________________
માત્ર* દેહદમનથી જીતાયેલા દોષો તો ફરીથી જોરથી વળગી પડે છે. માટે મન॰ જે જે વિષયમાં જાય ત્યાંથી તેને બળાત્કારે હટાવવાનો પ્રયત્ન કરવાના બદલે સમજણ, વિવેકદૃષ્ટિને મુખ્ય બનાવી વૈરાગ્યમાર્ગે ચાલવા દ્વારા તેને વશ કરવા પ્રયત્ન કરવો. તો મન સદા શાંત-સ્થિરસ્વસ્થ-સમાધિમય બની જાય. આ રીતે સમજણથી મનને જીતીશ તો પાંચ ઈન્દ્રિયો પણ જીતાશે. દમન નહિ, શમન પણ નહિ, પરંતુ દહન કરીશ તો દોષો નિર્મૂળ થશે અને મન સમાધિમાં લીન થશે.
(૧૧) તેમ છતાં અનાદિના અવળા અભ્યાસના લીધે મન આડા-અવળા સંકલ્પ-વિકલ્પ કરે તો જ્યાં જ્યાં બહારમાં ઈન્દ્રિય અને અંતર્મનની વૃત્તિ જાય ત્યાં ત્યાં તેને જતી જોયા કરવી. તેને રોકવાનો પ્રયત્ન ન કરવો. ફકત એટલું ધ્યાન રાખવું કે ઈન્દ્રિય કે મનની વૃત્તિ કયાંય પણ, એક ક્ષણ માટે પણ, જાય તે બધું તારી જાણકારીમાં, જાગૃતિમાં થવું જોઈએ. બેહોશીમાં કે બેધ્યાનદશામાં નહિ. મનની તમામ ક્રિયાના કર્તા બનવાના બદલે જ્ઞાતા-દૃષ્ટા બનવું. ‘હું પૂર્ણાનન્દમય છું- આવી ભાવનાથી સતત દૃઢપણે ભાવિત બનીને તમામ પ્રકારના પ્રયત્નથી રહિત બની ઉદાસીન ભાવે તેને સતત દેખવી, તેમાં જરાય ભળવું નહિ, સહજતઃ સ્વસ્થ બનીને મનોવૃત્તિ અને ઈન્દ્રિયવલણના અસંગ સાક્ષીમાત્ર બની રહેવું. તેના ઉપર અધિકારવૃત્તિથી ચઢી ન બેસવું. આમ ધીરજથી અને સમજણથી હળવાફૂલ રહેવાથી, તમામ પ્રવૃત્તિથી તણાવમુક્ત બનવાથી મન, વચન, કાયા અને ઈન્દ્રિયો પોતાના વિષયોમાં દોડધામ કરવાના બદલે શાંતિથી ઠેકાણે આવી જશે.
चेतोऽपि यत्र यत्र प्रवर्तते नो ततस्ततो वार्यम् ।
अधिकीभवति हि वारितमवारितं शान्तिमुपयाति । (योगशास्त्र १२ / २७ ) वपुर्यन्त्रजिता दोषाः पुनरभ्यासहेतवः ।
प्रसङ्ख्यार्नानिवृत्तास्तु निरन्वयसमाधयः ॥ (सिद्धसेनीय द्वात्रिंशिका १८ / ६) Lifન પંચ ક્રિયા । (ઉત્તરાધ્યયન ૨૨/૩૬)
>. ઔવાસીનિમનઃ પ્રયત્નરિનિતઃ સતતમાત્મા । भावितपरमानन्दः क्वचिदपि न मनो नियोजयति ॥ करणानि नाधितिष्ठत्युपेक्षितं चित्तमात्मना जातु ।
ग्राह्ये ततो निजनजे करणान्यपि न प्रवर्तन्ते || (योगशास्त्र १२ / ३३-३४) मनोवचःकायचेष्टाः कष्टाः संहृत्य सर्वथा ।
श्लथत्वेनैव भवता मनः शल्यं वियोजितम् ॥ ( वीतराग स्तोत्र १४ १ )
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org