________________
આવે તો મન શાંત અને શુદ્ધ થાય છે. આવું કશું પણ અંદરમાં કર્યા વગર બાહ્ય આરાધનારૂપ ઔષધનું સેવન કરવામાં આવે તો આત્માનો રાગરૂપ રોગ ઘટે, ક્ષીણ થાય તેવી કોઈ જ શકયતા નથી. વર્ષો જૂના અજીર્ણને કાઢ્યા વગર શક્તિની દવા, B-complex ના ઈંજેકશન શું અસર કરે ?
(૧૦) તેમ છતાં ફરી આત્માથી વૃત્તિ ચલિત થાય અને કામ-ક્રોધ વગેરે વિભાવ પરિણામોમાં મેલું મન અટવાય તો વિચારવું “આ ક્યાંથી આવ્યું? મેં એને ક્યાં બોલાવ્યું? એનાથી મને શું લાભ થયો? હે મન ! કામવાસનાના વિચારથી શું સુખ મળી ગયું? તે સુખ કેટલું ટક્યું? તેમાં સુખ કઈ રીતે? શરીરશક્તિ અને આત્મશુદ્ધિ-બન્નેનો નાશ કરે તે સુખ કઈ રીતે? હે આત્મન્ ! કામ-ક્રોધાદિથી સુખ ઈચ્છે છે તો તેનાથી કેવું સુખ મળશે ? પછી આગળ શું થશે ? હકીકતમાં તે સુખ શું તને મળશે? તું તેને ભોગવીશ ? કે પછી શરીર, ઈન્દ્રિય અને મન એને ભોગવશે? એ ભોગવે એમાં વળી આસક્તિ-બ્રાન્તિ મારે કરવાની ? આ રીતે અનંતા સિદ્ધ ભગવંતની દષ્ટિમાં મારે શા માટે હલકા ચિતરાવું?'આમ જે જે પરપદાર્થમાં-વિભાવમાં મન ગયું હોય ત્યાંથી તેને વૈરાગ્યપૂર્વક આત્મઘરમાં લાવવું, જેથી ફરીથી ત્યાં જવાનું તેને મન ના થાય. બહારમાં
જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં તેની સુખબુદ્ધિ વિવેકદષ્ટિથી ખતમ કરી, તેની રુચિ ભેદજ્ઞાનથી ખલાસ કરી, ફરી આત્મામાં તેને જોડવામાં આવે તો મનની બહિર્મુખતા ખતમ થાય છે.
પરંતુ સમજણ વગર માત્ર કાયિક દમન જ કરવાથી મન અને ઈન્દ્રિય વશ થવાના બદલે ઘણી વાર જંગલી હાથીની જેમ વધુ સ્વચ્છેદ બની જાય છે, વધુ નુકશાનકારી થઈ જાય છે. માત્ર કાંચળી ઉતારવાથી સાપ વિષમુક્ત થતો નથી તેમ આત્મસમજણ વિના કેવળ બાહ્ય વિષયોને બળજબરીથી છોડવા માત્રથી તેનું આકર્ષણ ખતમ થતું નથી. * उचितमाचरणं शुभमिच्छतां, प्रथमतो मनसः खलु शोधनम् । __गदवतां ह्यकृते मलशोधने, कमुपयोगमुपैतु रसायनम् ॥(अध्यात्मसार-११।१) A વન્નેના પ્રેર્યમા ITન, રન રમત 1.
न जातु वशतां यान्ति, प्रत्युतानर्थवृद्धये ॥(अध्यात्मसार-५।२९) *. વિપઃ જિ પરિત્યજ્ઞર્તિ મમતા ઃિ |
ત્યા/ હિન્દુમાત્રસ્થ, મુઝો ન હં નિર્વિષ: (અધ્યાત્મસાર-ટાર)
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org