________________
તારું આયુષ્ય બંધાય તો તું કઈ ગતિમાં જાય ? જન્મ-મરણ શું વધારવા છે? નરક-નિગોદમાં શું હજુ તારે જવું છે ?'- આ પ્રમાણે વિચાર કરવો. આ વિચારણા સ્પીડ બ્રેકરના સ્થાને છે. તેનાથી અવળા માર્ગે દોડતા મનની ગતિ ઘટી જાય છે. સંકલ્પ-વિકલ્પમાં જતા મનને “આમાં આત્માને શો લાભ ? હે જીવ ! તારું સંભાળ ને ! પારકા ઘરની મોકાણ તારા ઘરમાં શા માટે ઘૂસાડે છે ?'- આવી સમજણ સ્વરૂપ બ્રેક દ્વારા રોકવું. તથા “આ સંકલ્પ-વિકલ્પને જાણનાર આત્માને મારે જોવો છે.” આવા પરિણામ સ્વરૂપ રિવર્સ-ગેઅર દ્વારા મનને આત્મસ્વભાવ તરફ વાળવું. આમ કરવાથી ચંચળ મન શાંત થાય છે.
(૮) તેમ સમજે નહિ તો ભક્તિ-સ્મરણ-સ્વાધ્યાયમાં જોડવું. મનમાં “હું શુદ્ધ આત્મા છું' એવું સ્મરણ કરતાં કરતાં વૃત્તિ બહાર જતી હોય તો મોઢેથી ધીમે ધીમે ઉપયોગપૂર્વક “હું ધ્રુવ આત્મા છું', “પૂર્ણાત્મા છું’, ‘હું શુદ્ધાત્મા છું', “જિનશાસન શરણં મમ”, “જિનદશા શરણં મમ” સોડહં” ઈત્યાદિ બોલવામાં મનને જોડવું. આ રીતે મનને થકવી દેવું. થાકેલું મન આપોઆપ શાંત અને સ્થિર બની જાય છે. શાંત મનમાં શોક, હતાશા, ઉદ્વેગ, અહંકાર, સંઘર્ષ, ઈર્ષા, કદાગ્રહ, વેરવૃતિ, વાસના વગેરે પેદા થતા નથી. બાકી ઉકળાટવાળા અતૃપ્ત મનમાં નિર્મળપરિણતિરૂપ આત્મધર્મ તો શું, શુદ્ધ ધર્મક્રિયા પણ ક્યારેય થઈ શકતી નથી. માટે *શાસ્ત્રાભ્યાસમાં જેટલો પ્રયત્ન કરે છે તે કરતાં સેંકડો ગણો પ્રયત્ન મનને શાંત-સ્વસ્થ બનાવવા કર. બાકી બાષ્પીભવન થશે શાસ્ત્રનું, ગરમ તાવડી ઉપર પડતા પાણીના બુંદની જેમ.
(૯) તેમ છતાં મન માને નહિ તો મનથી રીસાવું. મન ઈચ્છે તે આપવું નહિ. મનની સામે પડવું. તેને વશ ન થવું. મનની હલકી વૃત્તિ જાગે કે તરત તેના પ્રત્યે “તને ધિક્કાર છે'- એમ વિચારી વારંવાર તેનું અપમાન કરવું. સતત આ રીતે ઉચિત પ્રશસ્ત પુરુષાર્થ કરવામાં
A. શોમવમવનમારના પ્રવાસન |
શીયન્ત શાન્તહૃવામનમાં પ્રવીત્ર સાક્ષી | (2ધ્યાત્મિસાર-ર૦૧૮) . પ્રશાન્તાસ્તથા શુદ્ધ નાનુષ્ઠાન ક્વાન ! (યોગવિખ્યું ?૮૮) ૪. યત્ન: શ્રતીષ્ઠત ગુન: શમ ાવ કાર્ય ! (
સિનીય કાવા -૭/ર૦)
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org