________________
૨૦.
તો મન પણ જીતી શકાય છે.
પરમાત્મા :> વત્સ ! મનને વશ કરવાની તારી તાલાવેલી સમજી શકાય તેવી છે. મનની છેતરપિંડીને જે અંદરમાં સમજે, તેની વેદના અનુભવે, તેને મનોજય માટે સ્વાભાવિક વેદના-સંવેદના જાગે જ.
પોતાની ભૂમિકા ઓળખી મનોજયના ક્રમિક ઉપાયોને સારી રીતે સમજીને, યોજીને અમલમાં મૂકે તો મનને જીતવાનું બહુ સરળ છે. બાકી બીજા ગમે તેટલા ધમપછાડા કરે તો પણ તે શક્ય નથી.
(૧) શાસ્ત્રબોધને લક્ષમાં રાખી આત્માર્થે આજ્ઞાનુસારી તપ-ત્યાગસ્વાધ્યાય આદિ ક્રિયા કરતાં કરતાં ઉદ્ધત મન શાંત થાય છે.
(૨) નિર્વિકારી આત્મા પરમ આનંદમય છે'- એવા સ્મરણનો વારંવાર લગનીથી અભ્યાસ થાય તો ભિખારી મન શાંત થાય અને વિષય-કષાયના ગંદવાડમાંથી સુખની ભીખ માગવાનું કામ મન બંધ કરે. તેમજ ત્યાંથી મનની હલકી વૃત્તિ પાછી ફરી આત્મા તરફ વળે.
(૩) દેહ-ગેહ આદિ પર વસ્તુની અને રાગાદિ વિભાવપરિણતિની ક્ષણિકતા, તુરછતા, અસારતા, દ્રોહકારિતા વગેરેનું વારંવાર ભાવન કરવાથી બહિર્મુખી મન શાંત થાય છે.
(૪) જીવો પ્રત્યે ધિક્કાર-તિરસ્કાર-ઈર્ષ્યા-ક્રૂરતા વગેરે મલિનવૃત્તિવાળું મન મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યશ્ય ભાવનાના પરિશીલનથી શાંત થાય છે. " (૫) મનોરોગનું વાસ્તવિક સ્વરૂપ સમજી, તેનાથી થતી આત્મવિડંબનાનું સ્વરૂપ શાસ્ત્રવિચારણા દ્વારા, હૃદયગત કરવાથી મનની હલકી વૃત્તિઓ પ્રત્યે આત્માની રુચિ ખલાસ થતાં તોફાની મન શાંત થાય છે.
(૬) શ્વાસ લેતી વખતે “સો અને શ્વાસ મૂકતી વખતે “હું” આ રીતે શ્વાસાનુસંધાનપૂર્વક “સોડહં પદના સ્મરણમાં અર્થના ઉપયોગપૂર્વક મનને જોડતાં ચંચળ મન શાંત થાય છે, સ્થિર થાય છે, મોહરહિત થાય છે, ભ્રમશૂન્ય બને છે અને જ્ઞાનજ્યોત પ્રગટે છે.
(૭) કામ-ક્રોધાદિના હલકા વિચાર આવે ત્યારે “હે જીવ! આ સમયે - તેના શોઘશ્વિત્ત, સન્ધિર્વતામિ ! (અધ્યાત્મોપનિષદ્ - રી?)
शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः । મમત્યવિધા, મોહબ્બતેં વિનંતિ || (અધ્યાત્મિસાર - ર૦૧૬) * ને મદદંસી સે હમસી | (મારાં શરૂાકારરૂ૦)
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org