________________
...તો ટાગ આપમેળે અે
હે જગદાધાર ! તારા આશીર્વાદ મેળવીને હૈયું આનંદવિભોર થઈ ગયું છે. હવે મારે કેવળ આત્મા જ જોઈએ છે. બીજું કાંઈ જ નહિ. આત્મા સિવાય બીજે કયાંય ચેન પડતું નથી. છતાં આત્મા કેમ પ્રગટતો નથી. બીજુ બધું ન ઈચ્છવા છતાં કેમ પ્રગટી જાય છે ? હું શુદ્ધ અને નિર્લેપ છું. મારા સ્વરૂપમાં રાગ છે જ નહિ તો આ બધુ આવ્યું કયાંથી? કામ-ક્રોધાદિ મારા સ્વભાવમાં નથી. છતાંય મને કામ-ક્રોધાદિ થાય છે તો ખરા. હવે તે છે તો ટળે. કેવી રીતે ? વિકલ્પનો હું સ્વામી નથી. તેની સાથે મારે કોઈ સંબંધ નથી તો પણ તે મારા ચૈતન્ય ઘરમાં કેમ ઘૂસી જાય છે?
9€
હે વિકલ્પાતીત પ્રભુ ! તેને ટાળવાનો ઉપાય શું ? “રાગ આવે તે ક્ષણે પણ હું રાગથી જુદો છું, વીતરાગ છું. રાગની આકુળતા અને વાસનાની વિકૃતિ મારું સ્વરૂપ જ નથી. વિભાવ મારો સ્વભાવ નથી જ. હું તો શાંત અને સ્થિર ચૈતન્ય સ્વરૂપ છું.”- આવું જાણવા છતાં રાગાદિ વિભાવ પ્રગટાવવા માટે મારી પરિણિતમાં અંદરથી સળવળાટ કેમ થાય છે ? વિભાવથી જીવંત ભેદજ્ઞાન કયારે થશે? પરિણતિની મલિનતાથી અને ચિત્તની ચંચળતાથી તુચ્છ વિભાવ અને વિકલ્પો ઉત્પન્ન થવા છતાં ‘તે મારો સ્વભાવ નથી.’- એવી પ્રતિક્ષણ જાગૃતિ કયારે રહેશે? શું કરું તો રાગ ટળે?
પરમાત્મા :→ ‘વત્સ ! અંદરથી ચૈતન્યના માર્ગે ચાલતાં ચાલતાં અંતરને ભેદીને, વિભાવદશાને છેદીને, વિકલ્પદશાને તોડીને અંતરંગ પરિણિત આપમેળે ચૈતન્ય તરફ વળી જાય છે, આત્મસ્વભાવ તરફ અંતરંગવૃત્તિ દોડી જાય છે અને સ્વભાવને ગ્રહણ કરી લે છે. ત્યારે ચૈતન્યની શુદ્ધ પરિણતિ પ્રગટે છે અને રાગાદિ વિભાવ પરિણતિ સ્વયં જુદી પડી જાય છે. સ્વયં અસંગ સાક્ષીભાવથી રચાયેલું તારું અસ્તિત્વ અખંડ છે. તેને ઓળખી આત્મામાં લીન થાય તો વિભાવ-વિચાર-વિકલ્પો આપમેળે છૂટી જાય. શુદ્ધ આત્માનું લક્ષ પકડાવું જોઈએ. આ મૂળ વાત છે. પ૨નું લક્ષ પકડાય છે. એથી જ વિભાવો ઝપાટાબંધ આવે છે અને તેમાં તું ગરકાવ થાય છે. પરના લક્ષે ઊભી થયેલી ઉપાધિરૂપ આકુળતામય પરિણતિ સિવાય રાગનું સ્વરૂપ બીજું છે શું ? પરનું લક્ષ છૂટી જતાં રાગ ચાલી જશે અને તારો સ્વભાવ પ્રગટી જશે.'
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org