________________
તો કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઢંઢોળવાનું કામ શરૂ થશે. ભેદજ્ઞાન પરિણમે એટલે કેવલજ્ઞાનની ખાણ તારી પાસે આવી ગઈ. પછી સામે ચાલીને કૈવલ્ય બોધિ તને વરવા આવશે. ત્યારે કેવલજ્ઞાન આવે કે ન આવે- તેની પણ તને કોઈ દરકાર નહિ હોય. કારણ કે કેવલજ્ઞાન પણ પર્યાય છે અને ભેદજ્ઞાન પૂર્ણપણે પરિણમતાં પર્યાયભિન્ન આત્મદ્રવ્ય ઉપર જ તારી નજર-દષ્ટિ-ધ્યાન-લક્ષ-રુચિ કેન્દ્રિત થયેલ હશે.
પ્રસ્તુત વિવેકજ્ઞાન-ભેદજ્ઞાન એ તો શુકલધ્યાનના ચાર અમોઘ જ્ઞાપક હેતુમાંથી સૌથી સરળ સૂચકહેતુ છે. અત્યારે ક્ષપકશ્રેણી ભલે માંડી ના શકાય. પણ શુકલધ્યાનની તૈયારી તો તું અત્યારથી જ શરૂ કરી દે. આવતા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં આઠમા વર્ષે દીક્ષા અને નવમા વર્ષે કેવળજ્ઞાન પામી વહેલી તકે ૧૪મા ગુણસ્થાનકની પેલી પાર સિદ્ધદશા-મુક્તદશા પ્રગટાવવાની તારી ઝંખના છે તો કમ સે કમ આ ભવમાં અડધું કામ તો કર, સાતમા ગુણઠાણે તો પહોંચી જા .
વાસ્તવમાં તો સાતમાં ગુણઠાણે પહોંચવાની ભાવના પણ પારિભાષિક ભાવના છે, શાસ્ત્રીય પરિભાષા ઉપર આધારિત ભાવના છે. તેવી ભાવનામાં પણ ઊંડે ઊંડે કંઈક વળગણ રહેલું છે. માટે આ ભવમાં સાતમા ગુણઠાણે પહોંચવાની ભાવના કરતાં પણ શાસ્ત્રના આધારે સાતમા ગુણસ્થાનકની અવસ્થાનો હેતુ-સ્વરૂપ-અનુબંધથી પરિચય મેળવી તેવી ઉચ્ચ-પરમોચ્ચ આત્મદશા પ્રગટ કરવાની ઝંખના, તે માટે દોષથી છૂટા પડવાનો પુરુષાર્થ, આત્મશુદ્ધિ માટેની તાલાવેલી ખૂબ જરૂરી છે. માટે જીવંત ભેદજ્ઞાનપરિણતિસ્વરૂપ સમ્યગૂ જ્ઞાનના સહારે આત્મદર્શન કરી, સમ્યગ્દર્શન પ્રગટાવી, આત્મરમણતા-આત્મસ્થિરતા-આત્મગુણલીનતા-સ્વરૂપ સમ્યક્ ચારિત્ર મેળવી, ક્ષપકશ્રેણીની ભૂમિકા કેળવી વહેલી તકે નિરુપાધિક સહજ આત્માનંદમાં સદા માટે તું લીન બનજે- એવા મારા તને શુભાશિષ છે.
- સવદાકસંમોદ-વિવે-વિડસા ત હાંતિ નિમાડું (ધ્યાનશત-૬૦) ૧ સુવા શિયાળી | (ઉત્તરાધ્યયન રૂ:/૨૧)
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org