________________
હે પરમકૃપાસિંધુ પરમાત્મન્ !
આપની વાત સાચી છે. આપની વાત મને પૂર્ણતયા માન્ય હોવા છતાં ચૈતન્યના માર્ગે ચાલવાને બદલે વિભાવને જ રુચિપૂર્વક ઓળખવાની, વિકારને જ આસક્તિપૂર્વક નીરખવાની, ઈન્દ્રિયવિષયોને જ ભાળવાની, વિકલ્પમાં જ સામે ચાલીને ભળી જવાની ભૂલ હજુ કરી જ બેસું છું. રસપૂર્વક વિભાવના નિરીક્ષણ વગેરેનો અભ્યાસ સહજ થઈ ગયો છે. તેથી પ્રતિક્ષણ વિભાવની પ્રીતિગર્ભિત સ્મૃતિ થાય છે અને વિકલ્પો દોડતા આવે છે.
હે પરમ કૃપાળુ ! એનાથી દૂર રહેવાની સાચી ઝંખના કયારે પ્રગટ થશે? શુદ્ધ ચૈતન્ય સ્વભાવ કેવી રીતે પકડાશે? આત્મા અંદરથી ઓળખાતો જ નથી. અંતરમાં ચૈતન્ય ભાસતું જ નથી. અંદરમાં અંધકાર સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. આતમરામ કયારે દેખાશે ? આત્મામાં જાઉં તો આત્મામાં જે ગુણરત્નો ભરેલા છે તે પ્રગટ થાય- એ વાત સાચી. પણ આત્મા દેખાતો જ નથી. ચેતન ભાસતો જ નથી. તો કેવી રીતે આત્મામાં જાઉં? આત્માને ઓળખ્યા વિના કઈ રીતે આત્મા તરફ પરિણતિને વાળું?
આત્માને શબ્દથી, વિકલ્પથી, વિચારથી તો ગ્રહણ કરું છું. પણ પરિણતિથી કઈ રીતે ગ્રહણ કરૂં? ચૈતન્યમય વૃત્તિથી કયારે નિજસ્વભાવનો અનુભવ કરીશ ? વર્તમાનમાં પરિણતિની મલિનતાને લીધે રાગાદિ વિભાવદશામાં ચૈતન્ય એકાકાર થાય છે. અને મારી પરિણતિ તે રીતે હજુ પણ પરિણમી રહી છે. એટલે જ આ રાગાદિ પરિણામો ઊછળી ઊછળીને આવી રહ્યા છે. ઉપરનું લક્ષ ચાલી જતાં રાગ નીકળી જશે.” એ આપની વાત સાચી પણ પ્રભુ ! પરનું લક્ષ કાઢવું કઈ રીતે? અનાદિનો અવળો અભ્યાસ ટાળવો કઈ રીતે ? પ્રતિક્ષણ આત્મલક્ષ પકડાવું તો જોઈએ ને ? તેવી અપ્રમત્તતા લાવવી કયાંથી ? તેના બજાર તો નથીને!
હે કરૂણાવતાર ! જગતને સારું દેખાડવા પ્રયત્ન કરું છું. પણ સ્વયં સારો કેમ બનતો નથી ? એ જ સમજાતું નથી. માન-સન્માન-પ્રસિદ્ધિની અતૃપ્ત ભૂખ ટળે કઈ રીતે ? ક્ષણે ક્ષણે આ જે વિભાવ પરિણતિ ઊભી થાય છે તેમાં તરત તાદાભ્યબુદ્ધિસ્વામિત્વબુદ્ધિ-કર્તુત્વબુદ્ધિ-અધિકારવૃત્તિ લેશ પણ થઈ ન જાય તેટલો જોરદાર પ્રયત્ન-આત્મજાગૃતિ મારામાં નિરંતર
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org