________________
આત્માએ પોતાના સ્વરૂપે સમજીને અનાદિકાળથી વિવિધ પ્રકારના શરીર, ઈન્દ્રિય, મન સાથે મૈત્રી કરી. પણ તે અનાત્મસ્વરૂપ હતા. તેથી જડ, ક્ષણભંગુર, તકલાદી, અસાર અને અનાથ હતા. ખાવા-પીવા માટે ઉધામાં માર્યા. રાગ-દ્વેષ, કામ-ક્રોધ, સંકલ્પ-વિકલ્પ કર્યા. તેથી વિવેકી આત્માને તેની જાત ઓળખાઈ ગઈ. અનાદિકાલીન દોસ્તી સહજ રીતે છૂટી ગઈ. ( સિદ્ધ = મહું સ = દં) હંસ એવો આત્મા સિદ્ધશીલાએ પહોંચી ગયો. પોતાના હંસસ્વરૂપમાં સ્થિર થઈ ગયો. આ હકીકતને હૃદયાંકિત કરી ભેદજ્ઞાનના ઊંડા-માર્મિક-વેધક-પારમાર્થિક-આધ્યાત્મિક અભ્યાસમાં તું લાગી જા.
પરંતુ “આ ભેદજ્ઞાનના અભ્યાસમાં બહુ રસ આવે છે - આવું થાય તો તે પણ વિકલ્પ જ છે. તે વિકલ્પનો જ આનંદ છે. વિકલ્પમાં રાગ કરે તો આત્મસ્વભાવભૂત તાત્ત્વિક ધર્મ કયાંથી થાય? પ્રશસ્ત રાગાદિ દ્વારા મન-વચન-કાયાની ક્રિયાનું પરિવર્તન કરીને “મેં ધર્મ કર્યો આવો અહંકાર કરીને તેનો આભાસિક આનંદ માનવામાં અત્યાર સુધી જીવ અટકી ગયો. વાસ્તવમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં ઠરવું એ જ તાત્ત્વિક શુદ્ધ ધર્મ છે, એ જ પરમાનંદ છે, એ જ સાચો આનંદ છે. સાચો આનંદ તો નિરુપાધિક હોય, સ્વભાવિક હોય, નિર્વિકલ્પ હોય. એ આનંદ તો પ્રગટ એવા શુદ્ધ ચૈતન્યમાંથી પ્રગટવો જોઈએ. ત્યાં રતિ-અરતિ વગેરેના કોઈ જ વિકલ્પ નથી.
જ્યારે બધા જ વિકલ્પ, વિકલ્પદશા અને વિભાવદશા સહેજે છૂટી જાય ત્યારે સહજ આત્માનંદ પ્રગટે. “આનંદ આવે છે, મજા પડે છે'- એવો વિકલ્પ કરીને નિરુપાધિક આનંદ અનુભવવો પડતો નથી. એમાં તો કૃત્રિમતા છે. શુદ્ધોપયોગમાં જ જે પોતાનું અખંડ અસ્તિત્વ દૃઢપણે (=શીલાલેખમાં કોતરાયેલા અક્ષરની જેમ) સ્વીકારે, જેને સંસારની તમામ ઈચ્છાઓ ક્ષીણ થઈ જાય અને કેવળ *કર્મોદયથી થતી પ્રવૃત્તિમાં અસંગભાવે જોડાતી વખતે - વત્યુસંહાવો ઘમ્મો | + 1 સર ? ? મારે ?- સવાર સૂત્ર-શશરૂા? > મવશ નિષિદ્ધોડમિશ્નરત્યાનન્દોરપિ |
ધ્યાનવિષ્ટન્મત: વાસ્તુ, તથા વિનમ્ | (ધ્યાત્મસાર - ૨૦) *. ટોપ્રકૃતિછત્નસંજ્ઞાનસર્વસ્વમાનો |
यत्कर्म स्यात् तदिदमुदितं बन्धकृज्जातु नैव ।। (अध्यात्मबिन्दु ४/२७)
૧૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org