________________
વેદન થાય છે તે વેદનને જાણનારો કોણ? મારે તો તે અસંગ સાક્ષીમાત્ર પરમાનંદમય આત્માને અત્યન્ત સ્પષ્ટપણે જાણવો છે – એમ પ્રયત્ન કરે તો આત્મા અત્યંત સ્પષ્ટપણે પકડાય.
આત્માને કેવળ વિકલ્પથી, ઉપલક વિચારથી, તરંગાત્મક પ્રયત્નથી પકડવાના બદલે અંતરની પરિણતિથી ગ્રહણ કરજે. જો આત્માનું મૂળભૂત શુદ્ધ સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં આવે, શ્રદ્ધાપૂર્વક અંતરમાં ભાસે, શુદ્ધ ચૈતન્યનું સામર્થ્ય લક્ષમાં આવે, અંદરમાં ઉપયોગ અને પરિણતિ વળે તો રાગાદિ વિભાવ પરિણામોની ત્રાસદાયકતા-આકુળતા આપમેળે અનુભવાય. આ રીતે કાળક્રમે ભેદજ્ઞાનનું પરિણમન થવાની સાથે જ સાધકને “રાગ મારા આનંદનું કારણ નથી. હવે હું રાગાદિને રાખી શકું એમ નથી. કામક્રોધને રાખવાનો મારો સ્વભાવ જ નથી”- એવી પ્રતીતિ પ્રગટ થતાં જ
હું વીતરાગ નિર્વિકારી ચૈતન્યસ્વરૂપે પરિણમી જઈશ'- એવો અંદરમાં વિશ્વાસ પ્રગટે છે.
પછી પરિણતિમાંથી રાગાદિ સ્વયં છુટી જાય છે. પછી વિકલ્પદશાને તોડવી નહિ પડે, તૂટી જશે. વિકલ્પને છોડવા નહિ પડે, આપમેળે છૂટી જશે. રુચિપૂર્વક અંતરમાં દષ્ટિ થવાથી, આત્મસ્વભાવ ગ્રહણ કરવાથી ઉપયોગ શુદ્ધ અને સૂક્ષ્મ થાય છે, પરિણતિ પલટાઈ જાય છે, બિચારા રાગાદિ વિભાવપરિણામ નોધારા થઈને ચાલ્યા જાય છે. જ્યારે આત્મા અપરોક્ષરૂપે પ્રગટે, ઉગ્રપણે પ્રગટવા સ્વયં તલસાટ કરે ત્યારે વિભાવમાં સ્વામિત્વબુદ્ધિ-કર્તુત્વબુદ્ધિ આપમેળે ઉડી જાય.
જ્યારે પોતાના આનંદમય ચૈતન્ય સ્વરૂપનું ભાન, ભાવના અને ભાસન થાય ત્યારે આત્મા ઉપર ખરો પ્રેમ-રુચિ-લાગણી-અહોભાવ પ્રગટે છે. તેથી જ ત્યારે રાગાદિનું મમત્વ-સ્વામિત્વ-તાદાસ્ય લેશ પણ અનુભવાતું નથી. ભેદજ્ઞાનથી આ જ તો કરવાનું છે. ભેદજ્ઞાનની આ સાધનાનું પારમાર્થિક રહસ્ય સમજવા માટે, ભેદજ્ઞાન સાધનાનો મર્મ ચૂકી ન જવાય તે માટે વત્સ ! હજુ એક દષ્ટાન્ત સાંભળ.
હંસે સામેવાળાને હંસ સમજીને દોસ્તી કરી. પણ બગલો હતો. તેથી સરોવરમાં માછલી પકડી. જાત ઓળખાઈ ગઈ. દોસ્તી છૂટી ગઈ. તેમ ક. સાક્ષ: સુરક્ષપસ્થ, સુપુતો નિરદ્યુતમ્ |
યથા માને તથા શુદ્ધવિવેઃ તતિરમ્ (અધ્યાત્મિસાર - ૨૮૭૮)
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org