________________
“હું શુદ્ધાત્મા છું' એવા પ્રશસ્ત વિકલ્પને પણ છોડીને પોતાના નિર્વિકલ્પ સ્વભાવમાં સાધક ઠરી જાય. ફરીથી વિભાવપરિણામ કે આડા અવળા સ્કૂલ વિકલ્પ આવે તો હું શુદ્ધાત્મા છું. નિર્વિકલ્પ ધ્રુવ આત્મા છું. આ વિભાવ પરિણામ મારું સ્વરૂપ નથી. હું તેનાથી જુદો છું. હું તો સિદ્ધાત્મા છું' એવા બળવાન સૂક્ષ્મ શુભ વિકલ્પમાં જોડાવા દ્વારા વિભાવ પરિણામ દૂર કરી, મનને શાંત કરી, “હું શુદ્ધાત્મા છું એવા પ્રશસ્ત આલંબન સ્વરૂપ વિકલ્પને પણ છોડી પોતાના શાંત-સ્થિર-નિર્વિકલ્પ-નિરાલંબન-શુદ્ધાત્મતત્ત્વમાં સાધક સ્થિર થઈ જાય.
આમ સવિકલ્પ-નિર્વિકલ્પદશા થતાં થતાં, સાલંબન-નિરાલંબન અવસ્થા થતાં થતાં, આવો અભ્યાસ વધતાં પૂર્ણ નિર્વિકલ્પ નિરાલંબન આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. પરંતુ હું પુગલભિન્ન, રાગાતીત-વિકલ્પાતીત જ્ઞાનમય આત્મા છું'- ઈત્યાદિ સ્વરૂપ બળવાન શુદ્ધ વિકલ્પના બદલે “મારે તપસ્વાધ્યાય-ભક્તિ કરવી છે' ઈત્યાદિ સામાન્યકક્ષાના વ્યવહારપ્રધાન પ્રશસ્ત વિકલ્પમાં જોડાવાથી કાંઈ વાસ્તવિક ઠેકાણું ન પડે. નિર્વિકલ્પસમાધિદશા તેનાથી તરત ન પ્રગટે. પપ્પના બદલે નોટબુક કે કાગળ વગેરેને છાતિ ઉપર રાખવામાં આવે તો ગલુડીયું (=રાગાદિ) તેને ખસેડીને પોતે જ છાતી ઉપર ચડી બેસે ને ! માટે પ્રશસ્ત વિકલ્પ પણ બળવાન જોઈએ. ભીંજાતા હૃદયે જોઈએ. નિર્વિકલ્પ આત્મસ્વરૂપમાં આરૂઢ થવાના લક્ષપૂર્વક જોઈએ.
પરંતુ આત્મજાગૃતિની કચાશથી દ્રવ્યકર્મનિમિત્તે, તું ભાવકર્મરૂપે = રાગાદિસ્વરૂપે પરિણમી જાય છે, લુહારની ભઠ્ઠીમાં લોખંડનો ગોળો અગ્નિરૂપે પરિણમે તેમ. પરંતુ રાગાદિ તારો સ્વભાવ નથી જ. તું તો શુદ્ધ ચેતન છે. પણ પર તરફ દષ્ટિ કરીને, વિભાવ સન્મુખ રુચિ કરીને ઊભો છે માટે વિભાવ પરિણામો સાથે કર્તુત્વ-ભોકતૃત્વબુદ્ધિ થયે રાખે છે. અનાદિ કાળથી રાગાદિથી એકત્વબુદ્ધિનો-સ્વામીત્વબુદ્ધિનો વિપરીત અભ્યાસ છે. એથી રાગાદિથી છુટવું આકરું લાગે છે. પણ રાગાદિથી છુટા પડવા માટે ભેદજ્ઞાનનો નિરંતર અભ્યાસ અંતરથી સમજીને કરે તો શુદ્ધ વિવેકદષ્ટિ પ્રગટવાથી-પરિણમવાથી રાગાદિથી પરિણતિ છુટી પડશે. તે દશામાં “રાગાદિનું A યૂનાજૂક વિચિન્તયે, સાનવાષ્યિ નિરીનામ્ | (યોજશાસ્ત્ર-૨૦/૬). .. अण्णे पुग्गलभावा अण्णो एगो य णाणमित्तोऽहं ।
सुद्धो एस वियप्पो अवियप्पसमाहिसंजणओ ॥ (धर्मपरीक्षा-९९)
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org