________________
સ્વીકારવાની અજાગરુકતાના લીધે બીજા નિમિત્તે બીજારૂપે અજ્ઞાની જીવ પરિણમી જાય છે અને કર્મ બંધાયે રાખે છે. તારા પ્રયત્નની મંદતાથી અને ઉત્સાહની કચાશથી તારા ચૈતન્યપટમાં દુઃખદ્વેષ-સુખરાગાદિ વિભાવપરિણામો અને વિકલ્પો ઊભા થાય છે. માટે ધારાવાહી જીવંત ભેદજ્ઞાનના સહારે અંતરમાં તે તમામ વિભાવાદિથી અસંગ બને તો અંદરમાં ઊંડા ઉતરાય અને આત્મા પકડાય.
‘આત્માનું જ કાર્ય કરવા જેવું છે' આવી રુચિ હોવા છતાં, ‘વિકલ્પાત્મક પરિણતિમાં સુખ નથી પણ નિર્વિકલ્પદશામાં જ આનંદ છે’ એવો દૃઢ નિર્ણય હોવા છતાં, ‘સિદ્ધ ભગવંતમાં અવિદ્યમાન એવા *રાગાદિ વિભાવ અને વિકલ્પ એ મારું સ્વરૂપ નથી પણ ઉપાધિ છે. અનુકૂળતા પણ ઉપાધિરૂપ છે. વાસ્તવમાં કર્મજન્ય કોઈ પરિણામ મારામાં નથી. પરમાર્થથી સિદ્ધ ભગવંત અને મારા સ્વરૂપમાં કોઈ ફરક નથી. કર્મપરિણામથી હું જુદો જ છું.’- એમ ભેદજ્ઞાન હોવા છતાં જો રાગાદિમાં એકત્વબુદ્ધિ થાય, વિકલ્પાદિમાં કર્તૃત્વબુદ્ધિ થાય તો સમજવું કે પરિણતિ હજુ રાગાદિથી છુટી નથી પડી. આ ધ્યાનમાં હોય તો જ આગળ વધવાનો અવકાશરહે.
રાત્રે પપ્પા પોતાની છાતી ઉપર પપ્પુને ન બેસાડે તો પાળેલું કુતરુંગલુડીયું ગેલ કરતું છાતી ઉપર ચઢી બેસે તેમ હોય તેવી અવસ્થામાં પપ્પા પોતાની છાતી ઉપર સામે ચાલીને પપ્પુને બેસાડે પણ પોતાને પપ્પુરૂપે માને નહિ અને પપ્પુને રમાડવા છતાં જેવું પાળેલું કુતરું-ગલુડીયું સૂઈ જાય અથવા રૂમની બહાર જાય કે તરત જ દરવાજો બંધ કરી, પપ્પુને છાતી ઉપરથી ઉતારી પોતે સૂઈ જાય. તેમ અનાદિ કાળથી પાળેલા, પોષેલા અપ્રશસ્ત રાગાદિ વિભાવ પરિણામ અને અશુભ વિકલ્પો (ગલુડીયું) પોતાના ચૈતન્ય ઉપર ચડી બેસે તેવી હાલતમાં સાધક ‘હું તો શુદ્ધ નિર્વિકલ્પ અસંગ આત્મા છું’- એવા શુભ વિકલ્પને (પપ્પુને) સામે ચાલીને પોતાના ચૈતન્યપટમાં બોલાવે, બેસાડે, અહોભાવથી રમાડે, પણ પોતાને વિકલ્પરૂપ માને નહિ, વિકલ્પાતીત પોતાના સ્વરૂપને ભૂલે નહિ. જેવા અપ્રશસ્ત વિભાવો રવાના થાય કે તરત તન-મન-વચન-ઈન્દ્રિયના દરવાજા બંધ કરી,
पराश्रितानां भावानां कर्तृत्वाद्यभिमानतः ।
कर्मणा बध्यतेऽज्ञानी ज्ञानवांस्तु न लिप्यते ॥ (અધ્યાત્મસાર ૮/૨૦૮) न च कर्मकृतो भेदः, स्यादात्मन्यविकारिणि । (अध्यात्मसार
૩૮(?)
7.
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org