________________
અશાતાના ઉદયમાં, માંદગી-દુઃખ વગેરે પ્રતિકૂળ સંયોગમાં ફરી ન જાય તો સાચો સમજવો.
દુઃખ, અપમાન વગેરે પ્રસંગે “હું તો દુઃખ આદિને કેવળ જાણનારજોનાર છું. કર્મફળસ્વરૂપ દુઃખ તો શરીરમાં છે. તે દેહધર્મ છે. એ મારું સ્વરૂપ નથી' એમ ભેદજ્ઞાન સહજ રીતે ચાલુ રહેવું જોઈએ. દુઃખ વખતે દુઃખને જોનાર તેમાં ભળે નહિ, પોતાનું સ્વરૂપ ભૂલીને તેમાં એકાકાર થાય નહિ તો સમકિત* નિર્મળ રહે, ટકે. કારણ કે સમકિતી જીવ સર્વ અવસ્થામાં વિશુદ્ધ જ હોય છે. દેહાદિવેદનામાં ભળી જાય, દેહાદિમાં અભેદભ્રમ ઊભો થાય તો મિથ્યાત્વનો ઉદય થતાં વાર ન લાગે. “દુઃખાદિ, વિકલ્પાદિ ગમે તેટલા આવે. પરંતુ મારે તેને મારા માનવા નથી. તેમાં હર્ષ-શોક કરવો નથી. દેહધર્મમાં માથું મારવું નથી. તે બધું જવાનું જ છે. તે ક્ષણભંગુર છે. હું તો શાશ્વત છું'- આવી પકડ ટકી રહેવી જોઈએ.
જેમ ધૂમાડો, ધૂળ, મલિન વાતાવરણ, કાદવ વગેરેથી આકાશ જુદું છે છતાં તિમિર રોગના લીધે જોનારને આકાશમાં ય વિકૃતિના દર્શન થાય છે. તેમ દેહાદિથી, દુઃખાદિથી, રાગાદિથી, વિકલ્પાદિથી આત્મા જુદો જ હોવા છતાં અવિવેકથી, ભ્રાન્તિથી, ભ્રાન્ત પરિણતિથી એકરૂપ થઈ ગયેલ હોય તેમ લાગે છે. પરંતુ વિચારદશાએ તેને જુદા માને, વિચારે, શ્રદ્ધ, પ્રતીતિ કરે, અનુભવમાં લાવવાનો અંતરથી પ્રયાસ કરે તો ભેદજ્ઞાન જીવંત બને.
એ વિચારદશાએ પહોંચવાની એક દિશા એ છે કે જેમ લાલ કાચમાંથી સૂર્યપ્રકાશ પસાર થતાં બહારમાં લાલપ્રકાશ જણાય છે. લાલપ્રકાશસ્વરૂપ સંયોજિત પદાર્થમાં લાલાશ કાચના પ્રભાવે છે, પ્રકાશ સૂર્યના પ્રભાવે છે. તેમ રાગસંવેદનસ્વરૂપ સંયોજિત પદાર્થમાં આકુળતા એ કર્મવશ વિભાવદશાના પ્રભાવે છે, વેદન-ઉપયોગ એ આત્માના પ્રભાવે છે. આવું જાણી વિભાવદશાના ગુણધર્મ પ્રત્યે, કર્મના કાર્યક્ષેત્ર પ્રત્યે પૂંઠ કરી આત્મધર્મને, આત્મસ્વભાવને સન્મુખ થવાનું છે. પરંતુ જડમાં થતા ફેરફારનું કર્તુત્વ પોતાનામાં ભ્રાન્તિથી * સભ્યશો વિશુદ્ધ, સર્વાપિ તશાસ્થતિ: |
મૃમધ્યમવસ્તુ, યાચતો ભવેત્ | (અધ્યાત્મસાર - ૧૮૬૬) .. शुद्धेऽपि व्योम्नि तिमिराद्, रेखाभिर्मिश्रता यथा ।
વિવામિત્રતા મતિ, તથાત્મિન્ચવવેd: I (જ્ઞાનિસર - ફારૂ)
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org