________________
પરંતુ જયાં સુધી આવી દશા ન આવે ત્યાં સુધી સ્વભાવગ્રહણની તેવી ભાવનાથી, એકમાત્ર આત્માના પ્રયોજનથી, ભાવનાત્મક-નિશ્ચયાત્મકસંવેદનાત્મક વૈરાગ્યમય ભેદજ્ઞાનનો અભ્યાસ સર્વત્ર ચાલુ જ રાખજે. માત્ર વિકલ્પાત્મક કે તરંગાત્મક વૈચારિક ભેદજ્ઞાનથી પારમાર્થિક ભેદજ્ઞાન પ્રગટ થતું નથી. પોતાની અંતરંગ પરિણતિને, અનાદિકાલીન રુચિને, ચિત્તવૃત્તિને, વર્તમાન સ્વભાવને રાગાદિથી જુદા પાડવાનું ધ્યેય રાખી જુદા પાડવામાં આવે તો જ પારમાર્થિક ભેદજ્ઞાન પ્રગટે. બાકી ઉપર-ઉપરથી તું ગમે તેવા પણ ઊંચા શાસ્ત્રવચન બોલે કે ‘હું જુદો છું’- એમ રટણ કર્યા કરે, પણ તેનાથી કર્મસત્તા ભૂલ થાપ ખાતી નથી.
તારા અંતરમાં જેવા ભાવ હશે તેવું જ કાર્ય થશે. તારા ભાવ પણ માત્ર શાબ્દિક કે ગોખણપટ્ટીરૂપ કે ઉપલક વિચારમાત્ર સ્વરૂપ નહિ. પરંતુ અંદ૨માં હૃદયને ભેદીને દઢતાપૂર્વક ભાવ આવવા જોઈએ કે ‘વિભાવ મારું સ્વરૂપ નથી જ. મારે વિભાવ જોઈતો જ નથી. હું તો પરિપૂર્ણ-શુદ્ધ-શાશ્વત આનંદમય આત્મા જ છું.' નિરંતર તેવો ભાવ સર્વત્ર રહે તો પરિણમ્યું કહેવાય. પોતાના નામ, આકૃતિ, શરીર વગેરે રૂપે આત્મા વર્તમાનમાં પરિણમ્યો છે તેમ જીવંત ભેદજ્ઞાનરૂપે આત્મા પરિણમવો જોઈએ.
,
જેમ આધુનિક વિજ્ઞાન જૂના ગીતના શબ્દને યથાવત્ રાખી, પ્રાચીન સંગીતને દબાવી દે છે તેમ ભેદવિજ્ઞાનની કળા પણ વિભાવપર્યાયવિકલ્પપર્યાયના વેદનમાં જ્ઞાનોપયોગ સામાન્યને યથાવત્ રાખી, શુદ્ધોપયોગને એમ ને એમ રાખી, ચૈતન્ય સામાન્યને તેના સ્વરૂપમાં યથાર્થપણે રહેવા દઈને સહજમલજન્ય રાગાદિ વિભાવપરિણામો અને મનોજન્ય સંકલ્પવિકલ્પને દબાવી દે છે, તેની ઉપેક્ષા કરે છે, તેને ક્ષીણ કરે છે. આવું કાર્ય થાય તે રીતે ભેદવિજ્ઞાનની કળાને આત્મસાત્ કરવી જોઈએ. આ
રીતે આગળ વધતાં વધતાં જ આત્મસાક્ષાત્કાર થાય.
વત્સ ! હજુ વધુ એક મહત્ત્વની વાત ધ્યાનથી લક્ષગત કરજે. અજ્ઞાનીને અશાતાનો જેટલો ભય હોય તે કરતાં જ્ઞાનીને શાતાનો વધુ ભય હોય છે. કારણ કે શાતાનો રાગ અનાદિકાળથી જીવને વળગેલ છે. શાતાના ઉદયમાં સાવધાન ન હોય તેને અશાતામાં અસમાધિ જ થાય. માટે ખાસ કરીને શાતાના ઉદયમાં સંવેદનાત્મક ભેદજ્ઞાનનો અભ્યાસ વધારવો. શાતાના ઉદયે, સ્વસ્થ શરીરે, અનુકૂળ સંયોગોમાં કરેલો ભેદજ્ઞાનનો અભ્યાસ જો
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org