________________
૧૮.
વિકલ્પદ નિર્મૂળ કટવાના ઉપાય
પરમાત્મા > વત્સ ! વિકલ્પદશાને નિર્મૂળ કરવાનું, વિકલ્પને ખલાસ કરવાનું સાધન વિકલ્પ નથી પણ પરિણતિ છે. “હું વિભાવથી જુદો છું એવો વિકલ્પ એ પણ વ્યવહાર છે. એ કાંઈ આત્માનું સર્વસ્વ નથી. “મારું નિર્વિકલ્પ ચૈતન્યમય અસ્તિત્વ કઈ રીતે ગ્રહણ કરું ? કેવી રીતે પકડું? મારું સ્વરૂપ કેવી રીતે સ્પષ્ટપણે અનુભવાશે? મારો આત્મા કયારે પ્રગટશે? નિજસ્વભાવ કયારે પ્રતીતિમાં આવશે?-' એવી આત્મસન્મુખ પરિણતિ દ્વારા વિકલ્પ છૂટે છે, વિકલ્પદશા તૂટે છે.
નિર્વિકલ્પદશાની પૂર્વ ક્ષણે, વિકલ્પ છુટવાના સમયે જે વિકલ્પ હોય છે તે વિકલ્પ કાંઈ “હું વિભાવથી ભિન્ન આત્મા છું'- એવા વિકલ્પના કારણે તૂટતો નથી. પરંતુ તેના માધ્યમથી પોતાના આત્માભિમુખ વલણ દ્વારા, સ્વભાવગ્રાહક પરિણતિ દ્વારા, આત્મપ્રેક્ષી વૃત્તિ દ્વારા વિકલ્પદશાનાશક અવસ્થા ઊભી થવાના લીધે જ વિકલ્પ છુટે છે. “હે વિકલ્પો! હે વિચારો! હે શબ્દો ! હે વિભાવપરિણામો! હું તમારાથી જુદો છું, જુદો જ રહીશ. તમે મારા કામમાં આડખીલી ના કરશો. મને મારું કામ કરવા દો. મારા નિર્વિકલ્પ સ્વરૂપમાં ઠરવા દો'- આવી આંતરિક પરિણતિ દ્વારા વિકલ્પ પ્રત્યે ઉદાસીન રહેવાની રુચિ કેળવવાથી વિકલ્પ તૂટે છે. જ્ઞાતા-દષ્ટાભાવના આલંબને “આત્મસ્વભાવમાં ઉપયોગ કરવા દ્વારા વિકલ્પ છૂટે છે. આત્મભાન, આત્મશ્રદ્ધા અને સ્વરૂપ અનુસંધાન-ધારામાં લીનતાના જોરથી લક્ષ, પરિણતિ અને ઉપયોગ ત્રણેય અંદરમાં, ઊંડાણમાં જવાથી રાગાદિમય વિકલ્પ રવાના થાય છે.
જ્યારે આત્મદ્રવ્યની અનુભૂતિ-પ્રતીતિ જોર પકડે ત્યારે આ બ્રહ્મ અને પેલું બ્રહ્માંડ'- આવો કોઈ ભેદ જણાતો પણ નથી તો તેના ભેદજ્ઞાનના વિકલ્પને તો અવકાશ જ કયાં રહે ? ત્યારે સ્વયં “સચ્ચિદાનંદમય, બ્રહ્માનંદમય બની જવાય છે અને બધું જ બ્રહ્મમય, પૂણાનંદમય, આત્મમય જણાય છે. 1. एतज्जनितसंस्कारस्य विकल्पान्तरसंस्कारविरोधित्वेन ततस्तदनुत्थानात् ।
(ધર્મપરીક્ષા-૧૨-વૃત્તિ) જ સદ્દા નં જે વિગ3જી રામi | (ત્તરાધ્યયન-૨૮/૨૮) *. સવ્યવનિન્દપૂન પૂર્ણ વિવેચતે ! (જ્ઞાનસર ૨/?)
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org