________________
What an educated Ignorant Person ! હું કેવો વિદ્વાન અજ્ઞાની છું ? કે શાસ્ત્રો વાંચવા છતાં “મારા અંતરના ઊંડાણમાં કેવી પરિણતિ ૨મી રહેલ છે ? કેવા કુસંસ્કારો - કેવી મલિનવૃત્તિ અંદરમાં સળવળાટ કરી રહેલ છે?” તેનાથી તદ્દન અજાણ છું. અને મેં જ બાંધેલું એકાએક તનમાં, વચનમાં ને મનમાં ઉદયમાં આવે છે ત્યારે હું મૂઢ બની તેમાં તણાયે રાખું છું.
ખરેખર, હું અજ્ઞાની જ છું. તેથી જ મારી પાસેથી શરીર, ઈન્દ્રિય, મન, વિભાવદશા, વિકલ્પદશા, કર્મ વગેરે પોતપોતાનું કામ સરળતાથી કરાવે છે અને હું તેના કામમાં હોશે-હાંશે જોડાઉં છું. તેથી હું આત્મજ્ઞાની કઈ રીતે ? આત્મજ્ઞાની જ્ઞાનયોગી તો દેહાદિ પાસેથી પોતાનું કામ યુક્તિપૂર્વક સહેલાઈથી કરાવી લે. આ જ તો જ્ઞાની અને અજ્ઞાનીની ભેદરેખા છે ને !
આ બધું શાંચિત્તે ઊંડાણથી વિચારતાં અંતરમાં એમ લાગે છે કે પૂર્વે મલિન વૃત્તિનો ઉપશમ ઢોંગથી કર્યો હશે. અથવા પૂર્વનું વિરાધકપણું જોરદાર હશે. અથવા પૂર્વનું આરાધકપણું બળવાન નહિ હોય. તેથી જ કામ-ક્રોધ, રાગ-દ્વેષાદિ દોષને ટાળવા તેનાથી જુદા પડવા માટે જાગૃતિપૂર્વક અંદરથી જોર નથી થતું.
ઓ મારા પરમહિતેચ્છુ પરમાત્મા! આ અનાદિકાલીન વિભાવદશા, વિરાધકભાવ, વિકલ્પદશા, કુવિકલ્પોને તોડવાનું દિવ્ય સામર્થ્ય આપો. વિકલ્પદશાને નિર્મૂળ કરવાનો લોકોત્તર માર્ગ આપ કરુણા કરીને આ અજ્ઞાની શિશુને બતાવો ને !
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org