________________
એવી સિંહગર્જના આપ કરો છો તો પણ અંતરંગ આત્મપુરૂષાર્થ ઊંડાણથી નિરંતર કેમ થતો નથી. “વિકલ્પ નથી જ જોઈતા.” એવા વિચાર પણ સ્વતઃ રુચિપૂર્વક દઢપણે કેમ નથી આવતા? ડગલે ને પગલે વિકલ્પમાં જ કેમ ઊંડો ઊતરી જાઉં છું ?
વિકલ્પ જોઈતા જ નથી.” એવો મક્કમ નિર્ણય થાય તો વિકલ્પમાં એકાકાર બનીને તેમાં હું ટકી જ કેમ શકું ? નિર્વિકલ્પક દશાની રુચિ યથાર્થ હોય તે પોતા તરફ વળ્યા વિના રહે જ કેમ ? અસંગ આત્માનો આધાર લીધા વિના, શુદ્ધ આત્મદશાનું શરણ લીધા વિના તે રહે જ કેમ? નિર્વિકલ્પક દશાની ઝંખના જો તાત્ત્વિક હોય તો તે આત્મસ્વભાવને ઓળખ્યા વિના કઈ રીતે રહી શકે ?
મારા પ્રભુ! મારે માત્ર નિર્વિકલ્પક સ્વાનુભૂતિ જ જોઈએ”- એવી રુચિ-ભાવના રાખું છું. છતાં બેભાનપણે બહારમાં દોડી જાઉં છું, બેધ્યાનપણે વિભાવમાં ભળી જાઉં છું, બેહોશપણે વિકલ્પમાં તન્મય થાઉં છું. આ છે મારી કંગાળ દશા. એટલે મારી રુચિ કે ભાવનાની માત્રામાં ખામી નથી. પણ રુચિની જાતમાં જ ખામી છે, ભાવનાની પ્રકૃતિમાં જ ખામી છે, આત્મલગનીના સ્વભાવમાં જ ખામી છે. આ નૈસર્ગિક ત્રુટિ હોય તેમ જણાય છે.
“રાગ મારો સ્વભાવ નથી.” એમ નક્કી કર્યા પછી પણ મજેથી હું રાગરૂપે પરિણમું છું. આત્મારૂપે પરિણમતો નથી. તેથી મારો આ નિર્ણય પણ હજુ પરમાર્થથી અનિર્ણયદશામાં જ જીવી રહ્યો છે. “પોતાના ચૈતન્યમય અસ્તિત્વને ધરનારો, પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાં રહેનારો, બહારમાં કદિ પણ નહિ જનારો મારો સ્વભાવ છે.” એવો સ્વીકાર કરવા છતાં પણ બહારમાં દોડી જવાય છે. વિભાવમાં ખેદ વિના ભળી જવાય છે. અજ્ઞાનતામાં અટવાઈ જવાય છે. આ હકીકત છે. તેથી મારો સ્વભાવસ્વીકાર પણ તાત્ત્વિક રીતે અસ્વીકાર દશામાં જ અટવાયો છે.
વિભાવમાં બેભાનપણે એકરસ થઈ જવાય છે. તેથી “વિભાવ મારો સ્વભાવ નથી” એવું મારું જ્ઞાન પણ હકીકતમાં તો અજ્ઞાનતાથી જ ઘેરાયેલું છે. “રાગાદિ મારું સ્વરૂપ નથી” એમ જાણવા છતાં સામે ચાલીને તેમાં જ હું પડી રહ્યો છું. રાગને કાપવાના બદલે તેને વધારવાનું જ કામ કરી રહ્યો છું. હું કેવો ભણેલો મૂરખ છું? How a learned foolishman!
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org