________________
ઘેરાવામાંથી છૂટીને મારી સાધકદશા કઈ રીતે આગળ વધશે? એ જ મારી મોટી મૂંઝવણ છે. મારી શ્રદ્ધામાં દુર્બળતા કેમ છે? એ જ સમજાતું નથી. આત્માની સાથે રહીને, આત્માને સાથે રાખીને પરદ્રવ્યપર્યાયને જાણવાનું કેમ બનતું નથી? દેહાદિમાં અને રાગાદિમાં ઉપયોગ જાય ત્યારે આત્મા તરફ પરિણતિ રાખીને, આત્મલક્ષ કેળવીને, પરદ્રવ્યથી છૂટા પડીને, વિભાવથી જુદો રહીને પરને-વિભાવને જાણવાની કળા હું ક્યારે શીખીશ?
પ્રભુ ! પર તરફ જતી પરિણતિને, પુદ્ગલદષ્ટિને, વિભાવદશાને, વિકલ્પતન્મયતાને, બહિર્મુખતાને તોડવાનું બળ તો આપો. વિચાર કરી કરીને રાગાદિ વિભાવોથી જુદો પડું છું. તો પણ મારી અંતરંગ પરિણતિ તો રાગાદિ તરફ જ ઢળી રહી છે. અંદરની વૃત્તિ રાગાદિ સાથે એત્વબુદ્ધિ કરવામાં પરિણમી રહી છે. શાસ્ત્રશ્રવણ અને ચિંતન દ્વારા નિર્ણયરૂપે-શ્રદ્ધારૂપે વિભાવથી જુદો પડવા છતાં સહજ વાસ્તવિક ભેદજ્ઞાનની પરિણતિ હજુ સુધી પ્રગટ થઈ નથી. પરપરિણતિ અને વિભાવદષ્ટિ મારા ઉપયોગને પણ પરમાં, વિભાવમાં તાણીને લઈ જાય છે.
ભેદજ્ઞાનને ઉપયોગમાં લાવવા છતાં અંતરમાં ઊંડા ઊતરીને અનાદિકાલીન જે મલિન અને વિકૃત સ્વભાવ છે તે સ્વભાવમાંથી ન્યારાપણું કેમ આવતું નથી ? વિભાવથી હું જુદો છું તો જુદો કયારે બનીશ ? ન્યારો કયારે થઈશ ? ન્યારાપણું ક્યારે પરિણમશે ? મારો આત્મા અસંગ સાક્ષીરૂપે કયારે પરિણમશે? પોતાના પ્રેમપાત્રની પ્રાપ્તિ વિના કામી વ્યક્તિને ચેન ન પડે તેમ આત્મતત્ત્વની ઉપલબ્ધિ વિના મને ચેન પડતું નથી. કર્મબંધ અને બંધના ભાવોથી, બંધકદશાના કારણોથી વિરક્ત બની નિજસ્વભાવને પ્રજ્ઞાથી ઓળખી, વિભાવથી છૂટો પાડી, તે જ પ્રજ્ઞાથી સ્વભાવને ગ્રહણ કરી, આત્માને પકડી, તેમાં જ સ્થિરતા-લીનતા-એકાગ્રતા કરવાનો પુરૂષાર્થ અવિરતપણે કેમ ટકાવી શકતો નથી ?
સ્વભાવમાંથી જ સ્વભાવ આવશે. મલિન વિભાવમાંથી ઉજ્જવળ સ્વભાવ કદાપિ પ્રગટ થવાનો નથી.” એમ નિર્ણય થવા છતાં વિભાવથી અસંગ બની યથાર્થ રીતે આત્મસ્વભાવને પકડવાની પ્રતિક્ષણ જાગૃતિ કેમ રહેતી નથી? “તું જોર કર, બે જ ઘડીમાં તારું બધું ય કામ થઈ જશે.” - પ્રિયચિન: પ્રિયાપ્રતિ, વિના વાપિ યથા તિઃ |
ન તથા તત્ત્વનિજ્ઞાસિતત્ત્વપ્રતિ વિના વત || (અધ્યાત્મિસાર - ૮ર૪)
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org