________________
બહારમાં કેમ દોડધામ કરે છે ? કરવાનું તો બીજું જ છે. તો હું આ શું લઈને બેઠો છું? ચિંતન સમયે, ભેદજ્ઞાનના પરિશીલનમાં “આ શરીર ને આ હું આત્મા એનાથી જુદો”—એવો વિકલ્પ આવે છે. પણ એમાં આત્મા ક્યાં મળે છે? આત્મા જુદો છે તો બધાથી જુદો કેવી રીતે થાય? “આત્મા બધાથી જુદો છે' એમ બોલવા છતાં, સમજાવા છતાં, નિર્ણયમાં આવવા છતાં શરીર અને વિભાવ વગેરેની સાથે ભેગો કેમ થઈ જાઉં છું? જુદા આત્માને બધાથી જુદો પાડ્યા વિના અંતરમાં વાસ્તવિક શાંતિ કઈ રીતે મળશે ?
અંતરમાં આ જે કર્મજન્ય શુભાશુભ વિકલ્પની હારમાળા છે તે પણ આકુળતા જ છે. અને તેનાથી પણ છૂટવું એ જ માર્ગ છે.' - એવી આપની વાત પ્રભુ ! હું સમજું છું. પણ તેનાથી કઈ રીતે છૂટું ? “શરીર અને રાગાદિથી હું જુદો છું.”- એવા શુભ વિકલ્પથી છૂટું તો રાગાદિ પકડાઈ જાય છે અને રાગાદિને છોડીને આત્માને પકડવા જાઉં તો “હું જુદો છું” એવો શુભ વિકલ્પ પકડાઈ જાય છે. પણ આત્મા તો હાથમાં જ નથી આવતો. આત્મા તો સાવ છૂટી જ જાય છે. આ તે કેવી કરુણ દુર્ઘટના છે મારી !
હે કરૂણાનિધિ ! સર્વત્ર આત્માનો આશ્રય કેમ લેવાય? માત્ર આત્માનો જ આધાર કેવી રીતે લઈ શકાય ? કેવળ આત્માનો જ આશ્રય હોય તેવી ધન્ય અવસ્થા કયારે આવશે? આપે શુદ્ધાત્મા કેવી રીતે પ્રગટ કર્યો? આપને આત્માની અનુભૂતિ કઈ રીતે થઈ ? પારમાર્થિક સમ્યગ્દર્શન મને કયારે પ્રગટશે? ભવનો અભાવ કેવી રીતે થશે ? મારા મલિન પર્યાય કેમ દૂર થાય ? અશુદ્ધ પર્યાયને દૂર કરવાનો પુરૂષાર્થ કેવી રીતે આદરું ? જલકમલવત્ નિર્લેપ કયારે થઈશ? આત્મસ્વરૂપમાં લીનતા કઈ રીતે કરું? સ્વાનુભૂતિની વિશિષ્ટ વિશિષ્ટ પ્રકારની દશા કઈ રીતે આવશે? અંદરમાં આત્માની પરિણતિ વિશેષ ઉજ્જવળ કઈ રીતે થાય ?
હે કૃપાસિંધુ ! મારા પર્યાય કેટલા બધા મલિન છે? શુદ્ધ પર્યાય તો બાજુએ રહો, શુભ પર્યાયની પણ દરિદ્રતા જ છે. વિશુદ્ધ પર્યાયની દરિદ્રતા ખ્યાલમાં રાખીને મારામાં પુરૂષાર્થધારા કયારે પ્રગટશે? અશુભ પર્યાયના A -ૌર્યષિમુદ્રાણીનો વિમવિયેત્ | જ્ઞાન ન નિતે મોઃ, પદ્મપત્રમવાસ્મસા | (અધ્યાત્મસાર - ૨૬૩૬)
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org