________________
કેવી કરૂણ દુર્ઘટના
હે દીનદયાળ ! આપની અજબ-ગજબની વાણી સાંભળીને એક વાર તો પ્રબળ ઉત્સાહ જાગી જાય છે કે હવે રાગાદિથી પૂરે પૂરી રીતે જુદા પડી જ જવું છે. પણ આ ઉત્સાહ ટકતો નથી. સમય પસાર થાય છે અને જોમ ઓસરી જાય છે, ભાવનામાં ઓટ આવી જાય છે. આમ ને આમ અત્યંત દારૂણ એવા ભવસાગરમાં ભટકતાં ભટકતાં અનંત કાળ વહી ગયો. હજુ સુધી આત્માનું કામ કેમ ન થયું ? આ ઉદ્વેગ મનને કાયમ કોરી ખાય છે. ન ઈચ્છવા છતાં બહારનું બધું જ આપમેળે થયે રાખે છે. અને ઈચ્છવા છતાં અંદરનું કશું થતું નથી. આ તે કેવી વિચિત્રતા ! પ્રભુ! સમસ્યા મારા પક્ષે છે. આપના પક્ષે નથી. તેથી આપને હું શું કહું ? મારી પોતાની અવળચંડી જાતને જ હવે સમજાવું.
હે આત્મન્ ! શું હજુ ભવભ્રમણનું દુઃખ નથી લાગ્યું ? શું હજુ પણ પરિભ્રમણની રુચિ છે ? હજી પણ શું જન્મ-મરણ કરવા છે ? આનંદમય આત્મસ્વરૂપ જાણ્યા પછી પણ શું કામ-ક્રોધાદિ વિભાવની જ રુચિ છે? શું હજુ પણ આત્માની અલૌકિકતા-અપૂર્વતા-અનંતતા હૈયામાં નથી વસતી? ચૈતન્યનું કાર્ય કરવું તે જ શું તારી ફરજ નથી? એક ભવ તો આત્મા માટે કાઢ. શરીર અને તેની અનુકૂળતા માટે, રાગને પોષવા માટે અનંત ભવ કાઢ્યા, અનંતા ઉજળા સંયોગોને ગુમાવ્યા. તો હવે આ એક ભવ આત્મા માટે તો કાઢ.
“આ જ કરવા જેવું છે” એમ નક્કી કરવા છતાં પુરૂષાર્થ કેમ થતો નથી ? શું મારા નિર્ણયમાં ખામી છે ? શું હજુ બહારમાં ક્યાંક રુચિ છે ? છે શું ? “આ જ કરવા જેવું છે'- એમ ભાવના તો હતી ને ! તો પછી કયાં અટકયો છું? કેમ બીજે રોકાયો છું? બીજે અરેરાટી કેમ નથી થતી ? ક્ષણે ક્ષણે તારી ચિંતા-સંભાળ કરીશ તો રીબામણ ભરેલા અનંતા ભવો ટળશે.
આત્મન્ ! બધો અવસર આવી ગયો છે. તું તારું સાધી લે. તારો સમય નકામો ન ગુમાવીશ. તારું ભલું કરી લે. કરવાનું અંતરમાં છે. 4. ज्ञानी तस्माद् भवाम्भोधेर्नित्योद्विग्नोऽतिदारुणात् ।
તસ્ય સંતરોપાયું, સર્વત્નને વહાલત || (જ્ઞાનસાર - રર :)
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org