________________
પડે છે. કર્મજન્ય પરિણામોમાં અંતરંગ વૃત્તિ ભળી જાય તો રાગાદિ ઘર કરી જાય. અનાદિ કાળથી આમ જ થતું આવ્યું છે. - હવે આ ભૂલનું પુનરાવર્તન ન થવું જોઈએ. હવે ચિત્તવૃત્તિનું પરિવર્તનપરિમાર્જન થવું જોઈએ. કઠપૂતળીના ખેલમાં નાચવાની પ્રવૃત્તિ કરવા છતાં પૂતળીઓ કર્મથી બંધાતી નથી. તેમ ક્રિયા કરવા છતાં દેહધારી આત્મજ્ઞાનીઓ કર્મથી બંધાતા નથી. આ હકીકતને લક્ષમાં રાખી *કર્મજન્ય તમામ કાયિકવાચિક-માનસિક ક્રિયા, શુભાશુભ ભાવોમાંથી પસાર થતાં થતાં તેમાં વૃત્તિ પેસી ન જાય, ભળી ન જાય તે રીતે પ્રત્યેક ક્રિયા-વિભાવપરિણામ-વિકલ્પ પ્રત્યે ઉદાસીનતા કેળવાય અને આત્મા પકડાય તેમ ભેદજ્ઞાનનું પરિશીલન કરવું.
ધૂળ ઉડે તે સમયે કોઈ આંખ ન ખોલે, નાકે કપડું ઢાંકી દે અને ઘરમાં પેસી જાય. તેમ રાગાદિ વિભાવદશાની ધૂળ ઉડતી હોય તે સમયે બહિર્મુખદષ્ટિ બંધ કરી મનોવૃત્તિરૂપ નાક ઉપર ભેદજ્ઞાનનું કપડું ઢાંકી, જ્ઞાતા-દષ્ટાભાવના સહારે તારા આતમઘરમાં પેસી જજે. કામ-ક્રોધાદિ વિભાવના નિમિત્ત સ્વરૂપ વિજાતીય તત્ત્વ વગેરે સામે ન જોતાં, ભેદજ્ઞાનના સહારે તેનાથી પૂંઠ કરી, અસંગ સાક્ષીરૂપ આત્મસ્વરૂપ તરફ નજર કરજે. તો રાગાદિથી તું છૂટો પડતો જઈશ, દૂર થતો જઈશ. બસ આટલું જ તારે કરવાનું છે. પછી “રાગાદિ મને કેમ સતાવે છે ? એ પ્રશ્ન ઊભો જ નહીં થાય.
આમ તો તું મહાબુદ્ધિમાન છે. કેટલાયની સમસ્યાના સમાધાન આપે, ઉકેલ બતાવે અને સમસ્યા નિર્મૂળ કરે એવી તારી બુદ્ધિ છે. બીજાને તું સમસ્યામુક્ત કરી શકે છે એનું કારણ એ છે કે એ સમસ્યા તારી નથી, પારકી છે. તે સમસ્યા પારકી હોવાથી તેમાં તું ભળી નથી જતો, અને એથી સમસ્યા તારી બુદ્ધિને કુંઠિત કરી શકતી નથી. આ રીતે તારી બુદ્ધિ સ્વસ્થ રહેવાથી તું પારકી સમસ્યાનું નિરાકરણ કરી શકે છે.
બસ એ જ રીતે તારા ચૈતન્યપટમાં પ્રગટ થતા રાગાદિને વિકલ્પાત્મક ભેદજ્ઞાન દ્વારા તું પારકા માન. વિચારદશારૂપ ભેદવિજ્ઞાનના માધ્યમથી તું તેનાથી જુદો પડી જા. નિર્ણયાત્મક ભેદજ્ઞાનના સહારે તારી જાતને તેનાથી *. दारुयन्त्रस्थपाञ्चालीनृत्यतुल्याः प्रवृत्तयः ।
યોનિનો નૈવ વાધા, જ્ઞાનિનો તોર્તિન: I (અધ્યાત્મોનિષ - ૨/૩૩)
૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org