________________
જેમ એક રેડીયો મોટેથી વાગતો હોય તે જ વખતે બાજુમાં ટેપરેકોર્ડર પણ વાગે છે. ટી.વી., ચેનલ અને વિડિયોનો અવાજ પણ તે જ સમયે ચાલુ હોય છે. એક જ સ્થળે, એક જ સમયે અલગ-અલગ પ્રકારના અવાજ કરવા છતાં તેઓ એકબીજાથી ડિસ્ટર્બ નથી થતા. તેમ શરીર, ઈન્દ્રિય, મન અને આત્મા પોતપોતાની અલગ-અલગ ક્રિયા કરવા છતાં એકબીજાથી અડચણ પામતા નથી. આ હકીકત ખ્યાલમાં હોય તો શરીરમાં તીવ્ર અશાતાનો ઉદય હોય ત્યારે પણ આત્મા ચિદાનંદમાં મસ્ત રહી શકે. ભેદજ્ઞાનની પરિણિત દ્વારા આવી અવસ્થાએ પહોંચી શકાય છે.
આવી દશામાંથી પસાર થઈને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરનારા કેવલજ્ઞાની અરીસા જેવા બની જાય છે. તમામ દ્રવ્ય-ગુણ -પર્યાયનું તેમાં પ્રતિબિંબમાત્ર પડે છે. પરંતુ લોખંડના ગોળાની જેમ તે પરપરિણામે પરિણમતા નથી.
બસ આ અવસ્થાને પ્રગટ કરવાનું લક્ષ રાખી, ‘કર્મજન્ય તમામ ક્રિયાવિભાવ પરિણામો મારું સ્વરૂપ નથી, ઘણી વાર તેવી ભોજન-શયનાદિ ક્રિયા વગેરે થઈ. હવે તો હદ થઈ. તેમાં મારી ચેતનાને જોડવાનું ક્યારે બંધ થશે? રાગાદિનું વેદન કરવામાં પણ ઘણી વાર મારી ચેતના જોડાઈ. પણ તે મારું મૂળભૂત સ્વરૂપ નથી. તે માત્ર જંજાળ છે. માયાજાળ છે. તે ક્યારે બંધ થશે ? મારા શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં કયારે કાયમ માટે વિશ્રાન્ત થઈશ ?’ આમ સંવેદનશીલ હૃદયે ભેદજ્ઞાનનો અભ્યાસ થાય તો ભેદજ્ઞાન સહજ બનતું જાય. બાકી ડહાપણથી આત્મા અને દેહ-ઈન્દ્રિયમન-રાગાદિને જુદા બોલે-માને પણ વર્તે કેવળ નિર્ધ્વસપણે મહામોહમાં, પોષે કેવળ દેહાધ્યાસાદિને, તો તે ઘોર મિથ્યાત્વ જ જાણવું.
ટૂંકમાં, જેમ માથા ઉપરથી પંખીઓ પસાર ભલે થાય પણ માથામાં માળો બાંધે તે ન ચાલે. તેમ દઢ કર્મવશ “અનિવાર્ય રાગાદિ પરિણામો કે સંકલ્પ-વિકલ્પો તારા ચૈતન્યપટ ઉપરથી વર્તમાનદશામાં માત્ર પસાર ભલે થાય પણ ચૈતન્યપટમાં ઘર કરી ન જાય તેવી આત્મજ્ઞાનગર્ભિત ઝળહળતી વૈરાગ્યદશા કેળવજે. તો તું બંધાઈશ નહિ. દીવાલ ઉપર અથડાતો માટીનો કોરો પિંડ ચોંટી જતો નથી, ભીની માટીનો પિંડ ચોંટી જાય છે. તેમ વિરકત આત્માને કર્મ વળગતા નથી. રાગીને કર્મો વળગી
कम्माणि बलवन्ति हि । (उत्तराध्ययन २५/२० )
विरत्ता उ न लग्गंति जहा से सुक्कलगोलए । ( उत्तराध्ययन २५/४३)
Jain Education International
For Private & Personal Use Only
૯૭
www.jainelibrary.org