________________
જીભ સ્વાદ લેવાનું કામ કરે છે. મન અનુકૂળતા-પ્રતિકૂળતાના સંકલ્પવિકલ્પ કરે છે. મનના સંકલ્પ-વિકલ્પને જાણવાનું કામ આત્મા કરે છે. આ બધી ક્રિયાઓ અલગ-અલગ છે. ક્રિયા કરનારા પણ જુદા-જુદા છે. સાથે રહેવા છતાં તે દરેક પોતપોતાના સ્વરૂપમાં રહેલ છે. પોતાના સ્વરૂપને છોડીને કોઈ પણ પદાર્થ બીજે કયાંય રહી શકતો નથી કે પરદ્રવ્યનું કામ કરી શકતો નથી.
પરંતુ સાથે રહેવાના લીધે તેની ભેળસેળ કરાવવાનું, તેમાં એકતાની બ્રાન્તિ ઊભી કરાવવાનું કામ મિથ્યાત્વ કરાવે છે. મિથ્યાત્વની ઉગ્રતાથી પરિણતિ-વૃત્તિ-લક્ષ-ઉપયોગ આત્મા તરફ જતાં નથી. મિથ્યાત્વ મંદ પડે તો “હું કોણ? મારું વાસ્તવિક સ્વરૂપ શું?’ એનો વિચાર આવે. પોતાના તરફ દૃષ્ટિ જાય. મિથ્યાત્વ કાંઈ આત્માનું સ્વરૂપ નથી, સ્વભાવ પણ નથી. મિથ્યાત્વ તો છે આત્માની એક વિશેષ અવસ્થા, મલિન પર્યાય. વિભાવપરિણતિઓ પણ આત્માની જ દશા-પર્યાય-અવસ્થા છે. તે બધાની સાથે રહેવા છતાં ય આત્મા તેના સ્વભાવને ધારણ કરતો નથી. ચૈતન્યસ્વભાવને સર્વથા છોડતો જ નથી.
સંસારી જીવ લોખંડના ગોળા જેવો છે. વિભાવ પરિણામો અગ્નિ જેવા છે. અગ્નિ અને લોખંડનો ગોળો એક-મેક તન્મય બની જાય છે. તેમ “આ પુરાણ પુરુષ સ્વ-પરના વાસ્તવિક વિભિન્ન સ્વરૂપની સાચી સમજણ ન હોવાથી પોતાનામાં વારંવાર કર્તુત્વ-ભોıત્વનું આરોપણ કરી વિભાવપરિણામોથી પરિણમી જાય છે. પરંતુ અગ્નિ એ લોખંડના ગોળાનો સ્વભાવ નથી. તેમ રાગાદિ પરિણામો પણ જીવનો સ્વભાવ નથી. આ હકીકતને સતત નજરની સામે રાખવા દ્વારા, વિકૃતદશામાં-મલિન પરિણામોમાં-વિભાવભાવોમાં ન ભળવા દ્વારા તેને નિર્મૂળ કરવાનો અપ્રમત્ત પુરુષાર્થ ઉપાડવો તે જ તો ભેદજ્ઞાનની સાધનાનું મુખ્ય પ્રયોજન છે. “રાગાદિ વિભાવ મારા નથી જ' એવું અંતરમાં લાગે તો તે છૂટી જ જાય. અંતે છૂટી જ જાય. અને જીવ કેવલી બને.
*. स्वस्वरूपे सर्वोऽपि वसति, अन्यस्याऽन्यत्र वृत्त्ययोगात् ।
(ાનુયોગદ્વાર સૂત્ર-૪-મનધારવૃત્તિ પૃ. ૨૦૧૬) . અજ્ઞાનતો મુદ્રિતમસંવિત્તિ: વિનીયં પુરુષ: પુરા: |
પરાત્મનોસ્તત્ત્વમવિદ્યાન: રુસ્તૃત્વમાત્મવૃત્ પ્રયુ || (અધ્યાત્મવવું ૪/) ૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org