________________
છે. તો પછી તારા ચૈતન્યદેહ ઉપર સંકલ્પ-વિકલ્પ-વાસના-રાગ-દ્વેષ... આવા ભયંકર રાક્ષસો દોડધામ કરે છે તો ય તું રઘવાયો કેમ બનતો નથી? પાર્થિવ દેહ ઉપર લોહીભૂખ્યા એકાદ મચ્છરનો ડંખ થતાંવેત તું જાગી જાય છે અને ચૈતન્ય દેહ ઉપર વિભાવદશા-વિકલ્પદશારૂપ પ્રાણભૂખી રાક્ષસી જુલમ મચાવે છે છતાં તું ઊંઘતો કેમ છે ? તું આ બધાથી જુદો છે તો જુદો જ રહે ને ! તેમાં જ તારું કલ્યાણ છે.
સંકલ્પ-વિકલ્પ, સ્મૃતિ-કલ્પના, આશા-ચિંતા, ગમો-અણગમો, આકુળતાવ્યાકુળતા, યોજના-ક્રમ, ઈષ્ટાનિષ્ટ અભિપ્રાય, સંજ્ઞા-સંકેત.... આ બધા જ મનના ગુણધર્મો છે. તે બધા શુદ્ધાત્માથી તો ભિન્ન જ છે. પર્યાય જગત પ્રત્યે પૂર્ણતયા ઉદાસીન, તટસ્થ, મધ્યસ્થ, નિષ્પક્ષ બની જા. વત્સ ! પારકાની આ મોકાણ તારા ઘરમાં ન ઘાલતો. ઘૂસી જાય તો –ભેદજ્ઞાનની કડીયાળી ડાંગથી તેને ભગાવજે. ઈન્દ્રિયજગત, મનોજગત, દેહજગતથી તું જુદો જ છે. તો જુદો જ રહે ને! શા માટે આત્મભાન ભૂલી તેમાં સામે ચાલીને ભળી જાય છે ?
જેમ આધુનિક વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ, પાણીમાં મીઠું-ખાંડ અને લીંબુ નાંખવામાં ત્યારે સાંયોગિક સરબતમાં પાણીના પરમાણુ, મીઠાના પરમાણુ, ખાંડના પરમાણુ અને લીંબુરસના પરમાણુ જુદા જ છે. અલગઅલગ સ્વરૂપે જ રહેલા છે. સાથે રહેવા છતાં તેઓ પોતપોતાના સ્વતંત્ર સ્વરૂપમાં જ રહેલા છે. તે પરમાણુઓ એકબીજામાં ભળતા નથી તથા તેઓની હલન-ચલન વગેરે ક્રિયા પણ જુદી-જુદી જ હોય છે. છતાં સરબત પીનાર વ્યક્તિને તેમાં મિશ્રણની-એકીકરણની ભ્રાન્તિ ઈન્દ્રિય-મનની અવિવેકશક્તિના કારણે ઊભી થાય છે. તેમ કર્મ, શરીર, ઈન્દ્રિય, મન અને આત્માઆ બધા એકક્ષેત્રાવગાહી છે. પરંતુ આત્મા કર્મરૂપે કે કર્મના કાર્યસ્વરૂપ શરીરાદિરૂપે કદાપિ પરિણમતો નથી. કારણ કે આત્મા, કર્મ, શરીર, ઈન્દ્રિય વગેરે મૌલિક રીતે જ, મૂળભૂત સ્વરૂપે જ જુદા-જુદા પદાર્થ છે. તે દરેકની ક્રિયાઓ જુદી જુદી છે.
જેમ કે હાથ મોઢામાં કોળીયો મૂકે છે. દાંત ચાવવાનું કામ કરે છે.
મેવસંવિવોન... विलति किल यो मोहराजानुवृत्तिम् । (अध्यात्मबिन्दु १ / ३२ ) एक क्षेत्रस्थितोऽप्येति, नात्मा कर्मगुणान्वयम् ।
तथाभव्यस्वभावत्वाच्छुद्धो धर्मास्तिकायवत् ॥ (अध्यात्मसार
Jain Education International
**
For Private & Personal Use Only
-
?૮૦૪૬)
પ www.jainelibrary.org