________________
બોલાવું છું. મારી ચેતનાના સહારે જીભ બોલી રહી છે. હું તો નિષ્ક્રિયસ્વભાવવાળો છું. વગર પ્રયોજને મારી ચેતનાને બોલવામાં જોડવી નથી. મારા શાંત અને સ્થિર સ્વરૂપને પ્રગટ કરવામાં પરંપરાએ પણ નિમિત્ત બને તો જ મારા ઉપયોગને બોલવાની ક્રિયામાં જોડવો છે. અરિહંતને માન્ય હોય તેવું જીભ પાસે બોલાવવું છે. મારાથી ભિન્ન એવા દેહ, ઈન્દ્રિય વગેરેની પ્રવૃત્તિમાં મારે આંધળા, બહેરા અને મૂંગા બની જવું છે. મારે શરીર, ઈન્દ્રિય કે મનને બોલાવવા નથી કે તેનું કશું સાંભળવું નથી. ઈન્દ્રિય કે મન શું કહે છે ? તે ધ્યાનમાં લેવું નથી. આત્મભાન અને આત્મચિ ગુમાવીને થતા કોઈ પણ કામમાં મારી ચેતનાને જોડવી નથી. આત્મભાન અને આત્મરુચિ વગરના તપ-ત્યાગ વગેરે પણ વર અને કન્યા વગરની જાન જેવા છે. માટે તે ગુમાવીને કયાંય ચેતનાને ફેલાવવી નથી. મારે તો આત્માને સાંભળવો છે. આત્માનું સાંભળવું છે. આત્માને સંભળાવવું છે. મારા આત્માને સંભાળવા અને સમજાવવા માટે આ જીભ બોલે તે રીતે તે કામમાં મારી ચેતનાને જોડવી છે. મારે તો વીતરાગ સર્વજ્ઞ ભગવંતનું કહેલું કરવું છે. તેમણે ચીંધેલ માર્ગે મારી ચેતનાને જોડવી છે. પ્રભુની થાપણરૂપ આ દેહ-ઈન્દ્રિય-મનને પ્રભુના રાહે ચલાવવામાં મારી ચેતના જોડાય તેમાં હું રાજી છું. જો કે એ પણ મારું મૂળભૂત સ્વરૂપ તો નથી જ. પરંતુ મૂળભૂત અસંગ આત્મસ્વભાવને પ્રગટાવવાનું સાધન છે. મૌલિક નિર્લેપ આત્મસ્વભાવમાં પહોંચવું-ઠરવું એ જ મારું મુખ્ય ધ્યેય છે. આ ધ્યેયમાં અંતરંગ પરિણતિને સ્થિર કરી આત્મભાનપૂર્વક જિનોક્ત આરાધનામાં મારી ચેતનાને-ઉપયોગને જોડી વહેલી તકે મારે નિજસ્વભાવમાં ઠરવું છે” – આ રીતે નિજસ્વભાવમાં ઠરવાના લક્ષની સાથે “બોલ-બોલ કરવું એ મારું સ્વરૂપ નથી' – એમ બોલવાની ક્રિયાથી ભેદજ્ઞાન કરવામાં આવે, અંતરમાં ભાષણક્રિયાથી છૂટા પડવામાં આવે તો ભેદજ્ઞાન ફળસાધક બને અને પરિણામ પામે.
નિર્વિકલ્પ શુદ્ધ આત્મા છું'- એવા કોરા શબ્દ કે ઉપલક વિચારથી કાંઈ કામ ન થાય. તેવી અનુભૂતિ થાય તો જ વાસ્તવિક સ્વીકૃતિ થાય. આત્માનો વિચાર કરતી વખતે વિચાર કરવા એ મારું સ્વરૂપ નથી કે મારું કાર્ય નથી. હું તો નિર્વિકલ્પ તત્ત્વ છું. સામાન્યથી જ્યોતિષી અમીર A માત્મપ્રવૃત્તાવના : પરપ્રવૃત્તિ વધરાન્ચમૂ: I (31ધ્યાત્મોનિષત્ - કાર)
૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org