________________
છે. મારું કર્મમલવિસર્જનનું કાર્ય ક્યારે થશે ? શરીર ભલે એનું કામ કરે. હું મારું કામ કરું. મારું કામ છે સમભાવે આ દેહચેષ્ટાને જોવાનું ને એમ કરતાં કરતાં કર્મનો કચરો દૂર કરી મારા સ્વરૂપમાં સ્થિર થવાનું. પારકાના કામમાંથી હું ક્યારે છૂટો થઈશ ? શરીરની વિષ્ટા સાફ કરવામાં મારી ચેતનાને જોડવી પડે એ મારા માટે કલંક છે. મારી લાચારી છે. આમાં જોડાવું-રોકાવું મારા માટે વાસ્તવમાં નકામું છે. આમાં જરા પણ ખોટી થવા જેવું નથી. હું તો આત્માર્થે જીવન જીવવા માગું છું. આ કામ પતે કે તરત જ આત્મકલ્યાણ માટે વખત ગાળવો છે. દેહ-ગટરની ગંદકી સાફ કરવામાં મારું કશું જ હિત નથી.' આમ ભેદજ્ઞાનને આત્મકલ્યાણની ભાવનાની સાથે વણી લેવામાં આવે તો નીરસતા ન આવે.
આપમેળે વહેતા પવનથી પાંદડુ હલે કે નોટબુકનું પાસું પલટાય તે સમયે ‘હું હલાવું છું’ તેવી બુદ્ધિ થતી નથી. પરંતુ ‘પવન હલાવે છે, પાંદડુ હલે છે, પાનું પલટે છે. હું તો સાક્ષીમાત્ર છું’ એમ ભાસે છે. બરાબર એ જ રીતે હાથથી નોટબુકનું પાનું પલટાય ત્યારે પણ ‘હાથ પાનું પલટાવે છે. પાનું પલટાય છે. હું તો આ ક્રિયાનો અસંગ સાક્ષીમાત્ર છું. આ ક્રિયા કરનારથી હું જુદો છું.' એમ અંદરમાં સ્વતઃ લાગવું જોઈએ.
આ રીતે દેહથી, ઈન્દ્રિયથી, મનથી થતી તમામ ક્રિયામાં ભેદજ્ઞાન સહજ રીતે સ્ફુરાયમાન થાય તો ભેદજ્ઞાન પરિણમે. ઘડો આમથી તેમ હલનચલન ક્રિયા કરે છે. પણ ઘડાનું લાલ-પીળું રૂપ હલન-ચલન કરતું નથી. કારણ કે ગુણ નિષ્ક્રિય છે. તેમ શરીર આમથી તેમ દોડધામ કરે છે, ક્રિયા કરે છે. જ્ઞાનસ્વરૂપ આત્મા કાંઈ દોડતો નથી. જે રીતે ઘૂમતા પંખાનું પ્રતિબિંબ અરીસામાં પડે ત્યારે આરસીનો એક પણ અણુ કંપતો નથી, ઘૂમતો નથી. તે રીતે આખા જગતને જાણવા છતાં, વિભાવપરિણામોનું વેદન કરવા છતાં, સંકલ્પ-વિકલ્પને દેખવા છતાં પણ જ્ઞાન તો અકંપસ્વભાવી જ છે. જ્ઞાનમય આત્મા સ્થિરસ્વભાવી છે. ચૌદ રાજલોકમાં કંપ-પ્રકંપભૂકંપ થાય તો ય એકેય આત્મપ્રદેશ કંપે નહિ. આવા અકંપ આત્મસ્વભાવને ઓળખે, પકડે, શ્રદ્ધે, અનુભવે તે શાંત અને સ્થિર બને. નિર્વિકલ્પ આત્મસાક્ષાત્કારની દિશા તેના માટે ઉઘડતી જાય.
એ જ રીતે બોલતી વખતે ‘જીભ બોલે છે. હું જડ એવી જીભને सयोगदशायां प्रदेशावच्छेदेनाऽस्थिरत्वेऽपि ज्ञानावच्छेदेन त्वात्मनः स्थिरत्वमेवेति ध्येयम् ।
Jain Education International
For Private & Personal Use Only
૯૧
www.jainelibrary.org