________________
વિષમતા વિલીન થાય છે. તથા જે આત્મામાં સૂવે તેની કાયા, ઈન્દ્રિય વગેરે કાયમ જાગતી હોય. ઊંઘમાં પણ તેનો હાથ મચ્છર ઉડાડવાનું, હોઠ બબડવાનું, શરીર આળોટવાનું, મન સ્વપ્ર જોવાનું કામ કરે જ રાખે છે.” આ રીતે ભાવનામય આત્મપુરુષાર્થપ્રેરક ભેદજ્ઞાનનો અભ્યાસ થાય તો આત્માનું કામ થાય.
તેમજ કપડા પહેરતી વખતે “શરીર કપડા પહેરે છે. હું શરીરને કપડા પહેરાવું છું. સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવામાં આવે તો દેહને વસ્ત્રધારણ કરાવવામાં મારી ચેતનાને જોડી રહ્યો છું. સૂક્ષ્મતર દૃષ્ટિએ સમજું તો કર્માધીન ચેતના આ ક્રિયામાં જોડાઈ રહી છે. હજુ પણ સૂક્ષ્મતમ દૃષ્ટિકોણથી વિચારું તો પોતાના જ સ્વરૂપમાં રહેલી મારી ચેતનાના માધ્યમથી શરીર કપડાને પહેરી રહેલ છે. પણ હું તો કેવળ તેનો ઉદાસીન સાક્ષીમાત્ર છું. એ કપડા મારા નથી. હું શ્વેતાંબર કે દિગંબર નથી. પણ જ્ઞાનાંબર છું, ચિદંબર છું. આત્મજ્ઞાન-ભેદજ્ઞાન-વિવેકજ્ઞાન એ જ મારું ખરું વસ્ત્ર છે. બાહ્ય વસ્ત્રથી શરીરની શોભા છે. જ્ઞાનવસ્ત્રથી આત્માની શોભા છે. નિર્મળ જ્ઞાન થકી મારી શોભા ટકે છે, વધે છે. શરીર ભલે બાહ્ય વસ્ત્ર પહેરે. હું તો મારું જ્ઞાનવસ્ત્ર ધારણ કરું' - આમ બાહ્ય વસ્ત્રાદિ સંગ હોવા છતાં પણ અંતઃકરણમાં બાહ્ય ક્રિયાથી નિઃસંગપણે- ભેદજ્ઞાન કરવામાં આવે તો વૈરાગ્યાદિ પરિણામ જવલંત બને, નિર્વિકલ્પદશા પ્રગટે અને પરનિમિત્તે કર્મબંધ થાય નહિ. ઊલટું કર્મનિર્જરા પુષ્કળ થાય.
શૌચક્રિયા સમયે “આ દેહધર્મ છે. આ ક્રિયાથી મને કોઈ જ લાભ નથી. આ કામ મારું નથી. શરીર મળ-મૂત્રનું વિસર્જન કરી રહેલ છે. કર્મોદય પરાણે તે ક્રિયા કરાવવામાં મારી ચેતનાને જોડી રહેલ છે. વ્યવહારથી કર્મને પરવશ એવો હું વર્તમાનમાં શરીરને મળવિસર્જન કરાવી રહ્યો છું. મારી ચેતનાના સહારે શરીર મળવિસર્જન કરે છે. મારે તેમાં કોઈ લેવાદેવા નથી. મારી પરિણતિમાં અનુભવાતો રાગ-દ્વેષ-અજ્ઞાનનો કચરો હું
ક્યારે દૂર કરીશ? શરીરનો કચરો છૂટો પડે છે. શરીર જાતે જ અશુચિમળથી અલગ પડી જાય છે. હું જ્યારે રાગાદિથી જુદો થઈશ? મારાથી વિભાવ પરિણામો કયારે ખરી પડશે ? શરીરનું મળ-વિસર્જન કામ થાય A. अंत:करणनिःसंगी बहि:संगीव चेष्टते ।
छायावत् निर्विकल्पोऽसौ कर्मणा नोपलिप्यते ॥ (ध्यानदीपिका १८७)
૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org