________________
માણસનું ભવિષ્ય ભાખે પણ પોતે અમીર થાય નહિ. તેમ મન ગમે તેટલો આત્મા માટે વિચાર કરે પણ મન કદાપિ આત્મા બને નહિ. મનથી હું જુદો છું. મન વિચાર કરે છે. મન સંકલ્પ-વિકલ્પ કરે છે. મનની આ દોડધામથી હું તો જુદો છું. ધર્માસ્તિકાયના સહારે વાહન આમથી તેમ દોડધામ કરે છે, પાણીના માધ્યમથી માછલી છળ-કૂદ કરે છે તેમ મારી ચેતનાના સહારે મનમાં સંકલ્પ-
વિલ્પની દોડધામ ચાલે છે. મારે તેની સાથે શું લેવાદેવા ? હું તો મારા સ્વરૂપમાં છું. મારી સાથે રહેતા, મારા ચૈતન્યપટ ઉપર પથરાતા-ફેલાતા મનોજન્ય સંકલ્પ-વિકલ્પને હું તો કેવળ જાણું છું. સંકલ્પ-વિકલ્પ મારો સ્વભાવ નથી. મનના સંકલ્પ-વિકલ્પને જાણવામાં મને કોઈ લાભ નથી. મારે તો વિકલ્પને જાણનાર નિર્વિકલ્પ ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણવો છે. વિકૃતિશૂન્ય વિકલ્પરહિત ચિન્માત્ર સ્વરૂપ આત્મા એ જ હું છું.”– આમ દીર્ઘકાલીન ભેદજ્ઞાન દ્વારા પોતાના ઉપર આવી જવામાં આવે તો ભેદજ્ઞાન પરિણમે અને જડ-ચેતનના પરસ્પર અસંક્રમાત્મક ચમત્કારના પ્રતિક તરીકે પોતાનું પૂર્ણ અવિકારી શાશ્વત પરમોત્તમ આત્મસ્વરૂપ દેહદશામાં ય ભાસવા લાગે.
વત્સ ! જેમ દાદરાના સહારે માણસ ચડ-ઉતર કરે છે, દાદરો ચડઉતર નથી કરતો. દાદર તો સ્થિર છે. તેમ આત્માના સહારે શરીર, ઈન્દ્રિય, મન વગેરે દોડધામ કરે છે. *આત્મા કાંઈ એના કારણે દોડ-ધામ કરતો નથી કે શરીરાદિને દોડ-ધામ કરાવતો નથી. દેહાદિની દોડધામમાં આત્માને હરખ-શોક શાનો ? આત્માનું મૂળભૂત જ્ઞાનસ્વરૂપ તો અત્યંત શાંત અને સ્થિર છે. દાદર માણસની ચડવાની કે ઉતરવાની ક્રિયા નથી જાણતો, કારણ કે તે જડ છે. જ્યારે આત્મા શરીરાદિની પ્રવૃત્તિને જાણે છે. કારણ કે તે ચેતન છે. આટલો જ અહીં તફાવત છે.
પગ ચાલે છે. હાથ લખે છે. કાન સાંભળે છે. શક્તિગ્રહ મુજબ, શબ્દસંકેતાનુસાર, પૂર્વ સંસ્કારને આધારે મન સંકલ્પ-વિકલ્પ કરે છે. આત્મા .. चिरं भेदाभ्यासादधिगतमिदानीं तु विशदम् ।
વર્ષ પૂર્ણ બ્રહ્મ યુવકૃતિમ ધ્રુવમહમ્ (મધ્યાત્મવિ. કચ્છ) - મિથોયુષાર્થનાસંમેમ !
વિન્માત્રપરિમેન, વિવાનુમૂયતે | (જ્ઞાનસર - ૨૪૭) *. નાદ પુનમવાનાં, વર્તા વારતા ર ર |
નાનુમત્તાધિ ત્યત્મિજ્ઞાનવાન સિધ્યતે થમ્ ? | (અધ્યાત્મોપનિષત્ - રરૂ૬)
૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org