________________
૧
અભાવ (-સાતમો પદાર્થ)
ભાવાત્મક ન હોવું તે અભાવ, પહેલા છ ભાવ, સાતમો અભાવ. સત્ પદાર્થનો વિધિરૂપે અનુભવ થાય. અભાવ પદાર્થનો નિષેધરૂપે અનુભવ થાય.
અભાવ
અન્યોન્યાભાવ
અત્યન્તાભાવ
(નાસ્તિ)
૧. → અત્યન્તાભાવ–કોઈ દેશ કે કોઈ કાળમાં કે કોઈ વસ્તુમાં અન્ય વસ્તુ નો જે નિષેધ થાય છે તે નિષેધ એટલે અત્યન્તાભાવ.
(ન)
Jain Education International
પ્રાગભાવ
(ભવિષ્યતિ)
જ્યાં વસ્તુ સમ ખાવા પૂરતી પણ ન હોય, છાંટો પણ ન હોય, નંગ માત્ર ન હોય તો ત્યાં તે વસ્તુનો અત્યન્ત નિષેધ થાય છે તે અત્યન્તનિષેધ અત્યન્તાભાવ. (શાસ્ત્રોમાં કર્તવ્ય અકર્તવ્યને લગતા ઉપદેશને વિધિ-નિષેધ કહેવાય છે, તેની અહીં વાત નથી.) જેનો હકારાત્મક (પોઝીટીવ) અનુભવ થાય તે વિધેયાત્મક કહેવાય. જેનો નકારાત્મક (નેગેટીવ) અનુભવ થાય તે નિષેધાત્મક (અભાવાત્મક) કહેવાય. અત્યાન્તાભાવનો નિર્દેશ નાસ્તિપદથી થાય છે. BEL घटे जलं नास्ति घटे जलस्य अभावो वर्तते = घटवृत्तिर्जलाभावः भूतेषु ज्ञानं नास्ति = भूतेषु ज्ञानस्य अभावो वर्तते भूतवृत्तिर्ज्ञानाभावः भूतले घटो नास्ति = भूतले घटस्य अभावो वर्तते भूतलवृत्तिर्घटाभावः आत्मनि रूपं नास्ति = आत्मनि रूपस्य अभावो वर्तते आत्मवृत्ती रूपाभावः
=
ધ્વંસ
(નષ્ટ:)
અહીંયા બધે વૃત્તિપદનો અન્વય અભાવ સાથે છે નહીં કે જલાદિ સાથે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે.
૨. → અન્યોન્યાભાવ (= ભેદ)
કપડાથી એનો રંગ જુદો નથી, અલગ નથી. કપડાથી એના રંગનો ભેદ નથી. અહીં ત્રીજા વાક્યમાં ભેદ શબ્દ પૃથક્ક્સ અર્થમાં વાપર્યો છે. આ અર્થ સાથે અન્યોન્યાભાવને કાંઈ લેવા દેવા નથી.
90 *****
For Private & Personal Use Only
www.jainelibrary.org