________________
૪ શાબ્દબોધ પ્રમાણ
પરોક્ષ પ્રમાણ ત્રીજું “શબ્દ” શબ્દ સામાન્ય રીતે, બધા પ્રકારના ધ્વનિ, ચાહે (મનુષ્યનાં) ક - ખ આદિ આત્મક હોય કે (પક્ષી વગેરેના) ક - ખ આદિ અનાત્મક હોય - બધા માટે વપરાય છે.
પણ વ્યાકરણ વગેરેમાં કકારાદિ આત્મક ધ્વનિ માટે “શબ્દ” શબ્દનો વધુ પ્રયોગ થાય છે.
અહીં પ્રમાણશાસ્ત્રમાં શાબ્દબોધ પ્રકરણમાં “શબ્દ” ઉપરથી “શાબ્દ' શબ્દ બન્યો છે. અર્થાત્ શબ્દ ઉપરથી થનારો બોધ તે શાબ્દબોધ.
શબ્દ = કકારાદિ ધ્વનિ વાળા પદ,
શબ્દનું શ્રવણ એ શ્રાવણ પ્રત્યક્ષ છે. પણ “ઘોડો' શબ્દ કે “ગાય” શબ્દનું શ્રાવણ પ્રત્યક્ષ કર્યા પછી જે મનમાં (આત્મામાં)-મનના દર્પણમાં એક વિશિષ્ટ (ચારપગ, લાંબા કાન) આકાર ઉપસી આવે છે. તે એક પ્રકારનું જ્ઞાન જ છે. એને જ શાબ્દબોધ કહેવાય છે.
જેને ગુજરાતી ભાષા આવડતી નથી તેને “ઘોડો' શબ્દનું શ્રાવણ પ્રત્યક્ષ થશે પણ મનના દર્પણમાં કોઈ આકાર = પ્રતિબિંબ ઉપસશે નહિ અર્થાત્ એને શાબ્દબોધ નહીં થાય.
૧) ઘોડો નજરે દેખાય એ ચાક્ષુષ પ્રત્યક્ષ ૨) “ઘોડો’ શબ્દ સાંભળે એ શ્રાવણ પ્રત્યક્ષ ૩) “ઘોડો' એવું જે શબ્દજનિત પ્રતિબિંબાત્મકશાન થાય એ શાબ્દબોધ. હેરો ઘોડાને નજરે જુએ – ચાક્ષુષ પ્રત્યક્ષ ભાષા ન જાણનાર ઘોડો જુએ એ ચાક્ષુષ પ્રત્યક્ષ
અભાષાજ્ઞ પ્રજ્ઞાચક્ષુ નર ઘોડો' શબ્દ સાંભળે એ શ્રાવણ પ્રત્યક્ષ (શબ્દનું) પણ એને શાબ્દબોધ થતો નથી. કેમ?
એને ભાષાજ્ઞાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org