________________
કર્યો છે એ ઉલટાનો એનો અભાવ સિદ્ધ કરે છે.
સત્પ્રતિપક્ષ દોષમાં બીજો હેતુ વિરોધી બને છે. સત્પ્રતિપક્ષ દોષ હોય ત્યારે એકે ય અનુમાન થાય નહિ (એટલે હેતુ સત્પ્રતિપક્ષિત કહેવાય, હેત્વાભાસ કહેવાય.)
હેત્વાભાસ (પાંચ)
હેત્વાભાસ એટલે ?
હેતુ તરીકે જેનો પ્રયોગ થાય, હેતુ જેવો ભાસતો હોય, પણ જે હેતુ નહીં પણ અસદ્ભુતુ હોય તે હેત્વાભાસ કહેવાય.
જે હેતુમાં પંચરૂપ કે એમાંથી કોઈ એકાદ બે રૂપ પણ ન હોય છતાં તેનો હેતુ તરીકે પ્રયોગ કરાય ત્યારે તે હેતુ નહિ પણ હેત્વાભાસ કહેવાય.
૧) A. અસિદ્ધિ → હેતુમાં પક્ષસત્ત્વ ન હોય. (સ્વરૂપાસિદ્ધિ)
૨) વિરોધ → હેતુ સાધ્યાભાવનો વ્યાપ્ય હોય અથવા સાધ્યના વ્યાપકીભૂત અભાવનો પ્રતિયોગી હોય. હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિને બદલે, વિપક્ષ વૃત્તિત્વ જ હોય. વિપક્ષમાં જ હેતુ રહે.
૩) અનૈકાન્તિક → હેતુ સપક્ષ અને વિપક્ષ બન્નેમાં રહે. ૪) બાધ → સાધ્યાભાવ સિદ્ધ હોય ત્યારે ક વેળાએ હેતુપ્રયોગ કરાય. ૫) સત્પ્રતિપક્ષ → બીજો હેતુ જ્યાં સાધ્યાભાવ સિદ્ધ કરવા વપરાય. ૧B આશ્રયાસિદ્ધિ:-જ્યાં વન્ધ્યાપુત્ર જેવો પક્ષ હોય ત્યાં આશ્રયાસિદ્ધિ દોષ. દા.ત. વન્ધ્યાપુત્રઃ યુવા શક્તિમત્ત્વાત્→ હેતુનો આશ્રય (=પક્ષ) અસિદ્ધ છે.
૧૮ વ્યાપ્યત્વાસિદ્ધિ → જે હેતુ ખરેખર સાધ્યનો વ્યાપ્ય ન હોય તે હેતુમાં *વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ લાગે. (ઉપાધિવાળો હેતુ)
સાધ્યની વ્યાપ્તિ જે પદાર્થમાં હોય તે પદાર્થ હેતુ સાથે ગાઢ પણે સંકળાયેલો હોય ત્યારે, સ્ફટિકમાં જપાકુસુમના રક્ત વર્ણની જેમ પેલા ઉપાધિરૂપ પદાર્થની વ્યાપ્તિ હેતુમાં ભાસે ખરી પણ ખરેખર એ વ્યાપ્તિ ઉપાધિનો ધર્મ હોય છે નહીં કે હેતુનો. માટે એ હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાય.
‘પર્વતો વહ્રિમા રૃટેઃ' સાધ્ય-વતિ, સાધ્ય વ્યાપકીભૂત અભાવ જ્યાં જ્યાં સાધ્ય હોય ત્યાંવૃષ્ટિનો અભાવ હોય જ, સાધ્યનો વ્યાપક એવો અભાવ તે વૃષ્ટિ-અભાવ, તેનો પ્રતિયોગી-વૃષ્ટિ. * 'શ્વે॰ સાધુ: અવિરત: પરિપ્રવ્રુત્ત્વાત્' અવિરતત્વની વ્યાપ્તિ મૂર્છામાં છે - મૂર્છા ઉપાધિ સહિત પરિગ્રહ ગૃહસ્થમાં છે - પરિગ્રહ હેતુ સૌપાધિક છે. પરિગ્રહ હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
૩૩
www.jainelibrary.org