________________
પ્રશ્ન→
પણ પડી શકે અર્થાત્ એ શબ્દ ભીંત સાથે અથડાઈને પાછો આવે. ‘પુરિતત્' નાડીમાં જ્યારે મન ઘુસી જાય ત્યારે નિદ્રા અવસ્થા સર્જાય તેમાં ઇન્દ્રિય સાથે મનનો સમ્પર્ક (કડી) તૂટી જવાથી ઇન્દ્રિય પ્રત્યક્ષ ન થાય. ન્યાયમતે મન અણુપરિમાણવાળુ છે. (અણુપરિમાણ એટલે સૂક્ષ્માતિસૂક્ષ્મ કદ) એક સાથે બધી ઇન્દ્રિયો સાથે મનનું જોડાણ થતું નથી. તેથી જ્યારે ધ્યાન દઈને માણસ આંખોવડે વાંચતો હોય ત્યારે બાજુમાં કોઈ બોલતું હોય તો પણ સાંભળતો નથી. કારણ, તે વખતે મન ચક્ષુ સાથે જોડાયેલું છે. એટલે શ્રવણેન્દ્રિય સાથે જોડાણ થતું નથી. પણ જો જોરથી ધબાકો થાય તો શ્રવણેન્દ્રિયનો વિષય પ્રબળ હોવાથી મન ચક્ષુથી છૂટું પડીને તરત જ શ્રોત્રસાથે જોડાઈ જાય છે. તેથી ધબાકો સંભળાય છે. અને માણસ ચમકી ઊઠે છે.
ઘણીવાર જોવાનું સાંભળવાનું એકસાથે બનવાનો અનુભવ થાય છે. ગરમ ચાની ગરમી અને સ્વાદ બંનેનો એક સાથે અનુભવ થાય છે. તો તે કઈ રીતે ? સેવ ખાતી વખતે પાંચ પાંચ ઇન્દ્રિયથી અનુભવ કેવી રીતે થાય ?
જવાબ :- અણુ મન આશુગામી છે. અર્થાત્ અતિશીઘ્ર દોડાદોડ કરી શકે છે. એટલે સેકન્ડ જેટલા સમયમાં પણ કેટલીય વાર જુદી જુદી ઇન્દ્રિયો તરફ દોડાદોડ કરીને તેનો સમ્પર્ક જાળવી રાખે છે.
આ બે જુદી વસ્તુ છે.
ઇન્દ્રિય પ્રત્યક્ષ
સુખ / દુઃખ પ્રત્યક્ષ સુખ / દુઃખનું પ્રત્યક્ષ
}
માનસ પ્રત્યક્ષ છે.
એટલે ચાની ગરમી (ઉષ્ણસ્પર્શ)નું પ્રત્યક્ષ અને એટલા ગરમપાણીનું પ્રત્યક્ષ - એકસરખું છે. પણ આનંદ / સુખનું સંવેદન (માનસ પ્રત્યક્ષ અનુભવ) બન્નેમાં અલગ અલગ થાય છે.
શરીરના કોઈ ભાગ ઉપર લાકડી ફટકારીએ પછી એ ભાગ ઉપર કોઈની નજર પડે તો સોજો દેખાય પણ પીડા ન દેખાય. સોજાવાળાને સોજો દેખાશે અને પીડાનો અંદ૨ અનુભવ પણ થશે. પણ બીજા જોનારને માત્ર સોજો દેખાશે -
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org