________________
પીડા નહીં દેખાય - નહીં અનુભવાય, એનાથી સાબિત થાય છે કે
ઇન્દ્રિયથી થતું બાહ્ય વિષયનું પ્રત્યક્ષ અને માનસ પ્રત્યક્ષ બે જુદા અનુભવ છે. સુખ-દુઃખ-જ્ઞાન-ઈચ્છા-દ્વેષ-પ્રયત્ન આ બધા અભ્યત્તર પદાર્થો છે. એનું માનસ પ્રત્યક્ષ થાય છે. - પુણ્ય-પાપ-સંસ્કાર વગેરે પણ અભ્યત્તર પદાર્થો છે. પણ એ મનને ય અગોચર છે. માટે સર્વથા અતીન્દ્રિય છે.
ગબ્ધ પ્રત્યક્ષ
ધ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી છે.
કારણકે અત્તરનું પુમડું દૂર પડ્યું હોય તો સુવાસ નથી આવતી પણ નાક પાસે લાઈએ ત્યારે સુવાસ પ્રત્યક્ષ થાય છે માટે પ્રાપ્તકારી છે. પ્રશ્ન :- તો પછી દૂર ચીંથરુ બળતું હોય કે દૂર ગુલાબના ફૂલો ઊગેલા હોય
તો તેની વાસ શી રીતે આવશે? જવાબ :- એમાંથી વિખરાતા પુગલો ધ્રાણેન્દ્રિયનો સમ્પર્ક કરે છે. ત્યારે તેની
વાસ પ્રત્યક્ષ થાય છે. પ્રશ્ન :- તો પછી નાકમાં આવેલા પુલોની સુવાસનો અનુભવ કરું છું -
એવા બોધ થવો જોઈએ એના બદલે દૂર રહેલા ગુલાબની
સુવાસનો અનુભવ કરું છું આવો બોધ શી રીતે થાય? જવાબ:- નાકમાં પ્રવેશેલા પુલોની સુવાસ કે દુર્ગધ દૂર રહેલા ગુલાબ કે
કેરોસીનથી બિલકુલ મળતી આવે છે માટે એવો અનુભવ થાય છે. બીજા મતે એમ પણ કહેવાય કે સ્પર્શ અને ગબ્ધ વાસક ગુણ છે. જેમ કે ઠંડી - ગર્મી. - જેમ અગ્નિ ઉપર રાખેલા તપેલામાં પાણી દ્રવ્યને અગ્નિ પોતાના ઉષ્ણગુણથી વાસિત કરે છે. બરફ પત્થરની લાદી ઉપર મૂક્યો હોય તો બરફની ઠંડી (શીતસ્પર્શ ગુણ)થી પત્થર વાસિત થાય છે. અને ઠંડો થઈ જાય છે. તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org