________________
૨. ચપ્પુની તીક્ષ્ણધાર જોતા કપાઈ મરે. ૩. પાણીનું તળીયું જોતા ભીંજાઈ જાય. ૪. કાચવગેરેથી (ગતિ) અટકી જાય.
હવે નૈયાયિક તેના પ્રતિકારમાં કહે છે -
જવાબ - ચક્ષુ તૈજસ છે. (દા.ત. કિરણ - પ્રકાશ), માટે એવું કશું થશે નહીં. જૈનમતમાં બાધકતર્ક - જૈનમતે ચક્ષુ જો અપ્રાપ્યકારી હોય તો એક જગ્યાએ બેઠાબેઠા બધું જ દેખાય, ભીંત પાછળનું પણ દેખાય, માથાપાછળનું પણ દેખાય, કારણ કે વસ્તુ સાથે ચક્ષુના સમ્પર્કની જરૂર જ તમે માનતા નથી. જૈન તરફથી જવાબઃ-સમ્પર્ક વગર પણ યોગ્યદેશ અવસ્થિત, અવ્યવહિત વિષયને જ જોઈ શકે. (ચક્ષુ તૈજસ નથી) વધુ માટે જુઓ સ્યાદ્વાદમંજરી વગેરે ગ્રન્થો.
શ્રાવણપ્રત્યક્ષ
તબલા વાગે તો માત્ર શ્રાવણપ્રત્યક્ષ થાય પણ શાબ્દબોધ (અર્થબોધ) ન થાય. ભાષાપ્રયોગના શ્રવણથી પહેલા શાબ્દપ્રત્યક્ષ થાય પછી શબ્દ અર્થના સમ્બન્ધ - સંકેતના આધારે જે અર્થબોધ થાય તે શાબ્દબોધ કહેવાય.
ન્યાયમતે શબ્દ + શ્રવણેન્દ્રિય + મન + આત્મા આવી સાંકળ રચાવાથી શબ્દનું પ્રત્યક્ષ થાય. શબ્દોત્પત્તિ
૧૨
શ્રોતેન્દ્રિય
જૈનમતે - શબ્દ સ્વતંત્ર દ્રવ્ય છે. ગુણ હોય તો કાનનો પડદો તોડી ના શકે. પડઘા ન પડે, પવનદ્વારા ખેંચાઈ ન શકે. માટે એ ગુણ નથી. દ્રવ્ય હોવાથી કાનના પડદા ઉપર જોરથી અથડાય તો પડદો તોડી નાખે છે. પવન જે બાજુ ખેંચી જાય એ બાજુ ખેંચાઈ શકે. દ્રવ્ય હોવાથી પડઘો
શબ્દ આકાશનો ગુણ છે - ઉત્પન્ન થયા પછી વીચીતરંગન્યાયથી કાન પાસે છેલ્લો શબ્દ ઉત્પન્ન થાય ત્યારે સાંકળ - સન્નિકર્ષ બને, પછી સંભળાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org