________________
એટલે પ્રતિજ્ઞામાં અગ્નિનિષ્ઠસાધ્યતાના અવચ્છેદક તરીકે સંયોગસમ્બન્ધ અભિપ્રેત છે નહીં કે સમવાયાદિ સમ્બન્ધ.
લખવાની અનેકપદ્ધતિ
સંયોગસમ્બન્ધાવચ્છિન્ન અગ્નિનિષ્ઠસાધ્યતા
સમવાયસમ્બન્ધાવચ્છિન્નપ્રતિયોગિતાકઃ અગ્નિઅભાવઃ વહ્નિનિષ્ઠસાધ્યતાવચ્છેદક અગ્નિત્વધર્મ પણ છે, સંયોગસમ્બન્ધ પણ છે. અગ્નિઅભાવપ્રતિયોગિતાવચ્છેદક અગ્નિત્વધર્મ છે અને સમવાયસમ્બન્ધ પણ છે. અગ્નિનિષ્ઠ સાધ્યતાવચ્છેદક સંયોગસમ્બન્ધ છે. માટે સાધ્યતાવચ્છેદકતા સંયોગમાં છે. તેથી અગ્નિનિષ્ઠસાધ્યતાવચ્છેદકતાનો અવચ્છેદક સંયોગત્વ ધર્મ બનશે. માટે સંયોગત્વાવચ્છિન્ન સંયોગનિષ્ઠાવચ્છેદકતા કહેવાય. અગ્નિનિષ્ઠસાધ્યતા સંયોગત્વાવચ્છિન્તાવચ્છેદકતાથી નિરૂપિત છે માટે વિસ્તારથી એમ કહી શકાય કે -
સંયોગત્વાવચ્છિન્નાવચ્છેદકતાનિરૂપિત સાધ્યતાવાન્ અગ્નિ છે. હવે પર્વતમાં અગ્નિની સંયોગસમ્બન્ધાવચ્છિન્ન સાધ્યતા વિવક્ષિત હોવાથી સંયોગ સમ્બન્ધથી જો અગ્નિનો અભાવ પર્વતમાં હોય - અર્થાત્ સંયોગસમ્બન્ધા - વચ્છિન્નઅગ્નિત્વધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવ જો પર્વતમાં હોય (વાસ્તવમાં નથી) તો ધૂમ હેતુ ત્યાં રહી જવાથી અનૈકાન્તિકદોષ ઘુસવાની સંભાવના થાય.
પણ જ્યારે દોષ કાઢનારે પર્વતમાં સંયોગસમ્બન્ધાવચ્છિન્નઅગ્નિત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક અગ્નિઅભાવ પકડ્યો નથી. (પકડી શકે એમ પણ નથી) ત્યારે ચાલબાજી કરીને સમવાસમ્બન્ધાવચ્છિન્નપ્રતિયોગિતાક અગ્નિઅભાવને પકડીને હેતુમાં અનૈકાન્તિકદોષ ઘુસાડવા ચેષ્ટા કરી છે એમાં કઈ મોટી બહાદુરી કરી દીધી ?
આ રીતે ૧. સાધ્યતાવચ્છેદકસમ્બન્ધ ૨. પ્રતિયોગિતાવચ્છેદકસમ્બન્ધ ૩. પ્રકારતાવચ્છેદકસમ્બન્ધ ૪. વિષયતાવચ્છેદકસમ્બન્ધ પ. કારણતાવચ્છેદકસમ્બન્ધ ૬. કાર્યતાવચ્છેદકસમ્બન્ધ ૭. વૃત્તિતાવચ્છેદકસમ્બન્ધ ૮. વિશેષ્યતાવચ્છેદકસમ્બન્ધ વિ. જાણવા.
× 9 એક જ મ લે છે
Jain Education International
For Private & Personal Use Only
સનસેટ સર ૧૧૭
www.jainelibrary.org