________________
પ્રમાણ = સત્યજ્ઞાન કે જે વ્યવહારની સફળતાનો આધાર બને. વ્યવહાર = ઇષ્ટમાં પ્રવૃત્તિ અથવા અનિષ્ટથી નિવૃત્તિ.
જ્ઞાન ખોટું હોય તો વ્યવહાર નિષ્ફળ બને. ખોટા જ્ઞાન ને અપ્રમાણ અથવા ભ્રમ (કે મિથ્યાજ્ઞાન) કહી શકાય.
સફળ પ્રવૃત્તિ અથવા સફળ નિવૃત્તિનો આધાર પ્રમાણ છે. નિષ્ફળ પ્રવૃત્તિ અથવા નિષ્ફળ નિવૃત્તિનું મૂળ ભ્રમ છે.
વસ્તુ = હકીકત = સત્ પ્રમેય
-
અર્થ = પદાર્થ લગભગ એકાર્થક શબ્દો જાણવા.
૨)
સમ્યગ્ અર્થ - નિર્ણય = પ્રમાણ
=
=
સંવાદી
નિશ્ચય અથવા નિશ્ચય કરાવનાર જ્ઞાન.
જ્ઞાન અને નિશ્ચય અહીં સાવ જુદા નથી. જેમ છરી અને છરીની ધાર, તેલ અને તેલની ધાર વચ્ચે કંઈક ભેદ છતાં અભેદ હોય છે એ રીતે અહીં પણ
જાણવું.
(૩) તધર્મયુક્ત વસ્તુ વિશે તદ્ધર્મસ્પર્શી (અથવા તધર્માવગાહી)
જ્ઞાન = પ્રમાણ.
તધર્મસ્પર્શી એટલે તધર્મને સ્પર્શતું,ને લગતું તધર્મવાળાનું જ્ઞાન.
રહેનારું તત્ત્વ ધર્મ કહેવાય. રાખનારું તત્ત્વ ધર્મી કહેવાય.
- તત્ત્વ આ બધા
Jain Education International
દા.ત. પાણી વાળો ઘડો, અહીં પાણી ઘડામાં રહે છે તે ધર્મ કહેવાય અને પાણીને રાખનાર ઘડો ધર્મી કહેવાય.
એક નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનો કે દરેકે દરેક ચીજમાં (તે તે વસ્તુમાં) છેવટે ‘તે-તે પણું' તો ધર્મરૂપે રહેતું જ હોય છે. દા.ત. જલમાં જલત્વ (જલપણું), ઘટમાં ઘટત્વ (ઘટપણું). જલત્વ કે ઘટત્વ એ ધર્મ કહેવાય અને જલ કે ઘટ અનુક્રમે તે ધર્મોના ધર્મી કહેવાય.
૪
For Private & Personal Use Only
www.jainelibrary.org