________________
૧) પ્રમાણશાસ્ત્ર] પ્રમાણ એટલે શું?
પ્રમાણની વ્યાખ્યા અનેક રીતે થયેલી છે. લોકવ્યવહારમાં પ્રમાણ શબ્દ કોઈપણ હકીકતને સિદ્ધ કરવા માટે અપાતી સાબિતી (પૂફ -પુરાવા - સાક્ષી)ના અર્થમાં વધુ વપરાય છે. પરંતુ એ અધૂરી ઓળખ છે. આપણે મહર્ષિઓના શબ્દો દ્વારા તેની વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત કરીએ.
પહેલા આપણે વ્યુત્પત્તિ અર્થ જોઈએ.
A પ્રમીમીતે ઇતિ પ્રમાણમ્, વસ્તુનું માપ કાઢે અર્થાત્ વસ્તુના સ્વરૂપને બરાબર પ્રતિબિંબિત કરે તે પ્રમાણ. (જ્ઞાન)
B પ્રમીયતે ઇતિ પ્રમાણમ્ (ભાવે પ્રયોગ). પ્રકૃષ્ટપણે યથાર્થરૂપે (સત્યરૂપે) મપાય - વેદાય - અનુભવાય તે પ્રમાણ.
આ બંને વ્યુત્પત્તિ દ્વારા એ ફલિત થાય છે કે વસ્તુને પ્રતિબિંબિત કરનાર જ્ઞાન એ જ પ્રમાણ છે - અર્થાત્ પ્રમાણ જ્ઞાનમય પદાર્થ છે. જ્ઞાનથી જુદું નથી.
C પ્રમીયત અને ઇતિ પ્રમાણમ્ (કરણ અર્થમાં).
જેના દ્વારા વસ્તુસ્વરૂપનું સાચું માપ નીકળે એ પ્રમાણ. આ અર્થમાં પ્રમાણ જ્ઞાનમય પણ હોઈ શકે છે અને નેત્ર વગેરે ઇન્દ્રિયોરૂપ પણ હોઈ શકે છે કેમક કે નેત્ર વગેરે દ્વારા પણ લોક વ્યવહારમાં કલશ વગેરે પદાર્થોનું કંઈક અંશે સાચું માપ નીકળી શકે છે. (પણ તત્ત્વથી જોઈએ તો ઇન્દ્રિયો માત્ર સાધન છે, વસ્તુસ્વરૂપનું ખરું માપ કાઢનાર તો એ ઇન્દ્રિયો દ્વારા થયેલું જ્ઞાન જ હોય છે.)
આપણે પૂર્વ મહર્ષિઓની રચેલી વ્યાખ્યાઓ જોઈએ.
૧) સ્વ- પર વ્યવસાયી જ્ઞાન પ્રમાણ. જ્ઞાન પોતે બાહ્ય/આંતર વિષય, નિશ્ચાયક = સંવાદી નિશ્ચય કરાવનાર
સંવાદી = વસ્તુ કે હકીકત સાથે મેળ મળે એવો નિશ્ચય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org