________________
પ્રશ્ન નનૈવી પર: અહીં ભલે ત્રણે વિષયો ભાસતા હોય પણ “નમ્ અથવા “પટ'' માત્ર આટલું જ જ્ઞાન થયું હોય ત્યારે તો માત્ર એકલો ઘડો કે એકલું પાણી જ ભાસે છે. ત્યાં વિશેષણ વગેરે ત્રણ વિષયોનું ભાન કેવી રીતે?
જવાબ - એક બાળક કરન્સી નોટ જુએ અને હોંશિયાર (વ્યુત્પન્ન) માણસ કરન્સી નોટ જુએ આ બેના જ્ઞાનમાં ભાસતી વસ્તુ તો એક જ છે છતાં જ્ઞાનમાં ફરક શું પડ્યો? ફરક એ પડ્યો કે બાળકને માત્ર કાગળનું જ્ઞાન થયું જ્યારે વ્યુત્પનપુરુષને કાગળ ઉપરાત ધનરૂપે જ્ઞાન થયું અર્થાત્ વ્યુત્પન્નપુરુષને એ કાગળમાં વિશેષ ધર્મ ધનત્વ પણ દેખાયો - એટલે કે એને ધનત્વ અને કાગળ એ બન્નેનું જ્ઞાન થયું છે, એ પણ ધનત્વનું વિશેષણરૂપે અને કાગળનું વિશેષ્યરૂપે.
બસ એ જ રીતે જ્યારે ઘટનું જ્ઞાન થયું ત્યારે કોઈ પરદેશી કે જેના દેશમાં ક્યાંય ઘડો જ નથી, એવા પરદેશીને ઘટ જોઈને જે જ્ઞાન થશે, એના કરતાં વ્યુત્પન્ન પુરુષને જે “ઘટ’ જ્ઞાન થયું છે ત્યાં માનવું પડશે કે કંઈક વિશેષ જ્ઞાન થયું છે જે પેલા પરદેશીને નથી થયું.
નિષ્કર્ષ » વ્યુત્પન્નપુરુષને થયેલા ઘટજ્ઞાનમાં ઘટત્વ ઘટ સમવાય -
આ ત્રણનું ભાન થાય છે. વિશેષણ વિશેષ્ય સંસર્ગ
પ્રશ્ન ઘટત્વનું જ્ઞાન તો તમે સાબિત કર્યું પણ સમવાયનું સંસર્ગરૂપે જ્ઞાન ઘટજ્ઞાનમાં શી રીતે બતાવશો?
જવાબ – ઘડો અને પરાત સાથે સાથે પડ્યા હોય ત્યારે ઘડામાં ઘટત્વનું અને સાથે પરાતનું જ્ઞાન થાય છે ત્યાં ઘટને અનુલક્ષીને “ઘટ’ એવું જ્ઞાન થાય છે તો પરાતને અનુલક્ષીને “ઘટ” એવું જ્ઞાન કેમ નથી થતું? નથી થતું એ હકીકત છે, એનાથી ફલિત થાય છે કે ત્યાં ઘટત્વ અને પરાત ભાસતા હોવા છતાં બેનો સંસર્ગ ભાસતો નથી, જ્યારે ઘડામાં ઘટત્વનો સંસર્ગ (સમવાય) પણ ભાસે છે. તેથી જ ઘટને અનુલક્ષીને “ઘટ’ એવું જ્ઞાન થાય છે પણ પરાતને અનુલક્ષીને ઘટ એવું જ્ઞાન થતું નથી. આનાથી સાબિત થયું કે
દરેક જ્ઞાનમાં ત્રણેય વિષય ભાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org