________________
ગુણ મળે છે. આ વિચાર સંવર તરફ પ્રેરે છે. ૯. નિર્જરા વિના ઇચ્છાએ સહાતી નરકાદિની પીડાથી થતી કર્મ નિર્જરા સંસારભ્રમણ નથી અટકાવતી, જ્યારે કર્મક્ષયની ઇચ્છાથી કરાતા તપ, પરીષહજય વગેરે પુણ્યબંધ અને નિર્જરા કરાવી ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે- આ વગેરે ગુણો વિચારી નિર્જરા માટે યત્ન કરે. ૧૦. લોકભાવના૦ જીવ પુદ્ગલવગેરે પાંચ અસ્તિકાયમય લોકના વિવિધ ભાવ, ઉત્પત્તિસ્થિતિનાશ-વગેરે વિચિત્રતા વિચારતો તત્ત્વજ્ઞાનને નિર્મલ અને ઉન્નત કરે. ૧૧. બોધિદુર્લભ૦ ‘અનાદિ સંસારમાં ભટકતા, અનેક દુઃખોમાં ડૂબતા અને અજ્ઞાનમિથ્યાજ્ઞાનાદિથી પીડાતા જીવને સમ્યક્ત્વરૂપ બોધિ દુષ્પ્રાપ છે.' એ વિચારી બોધિ મેળવી પ્રમાદ નસેવાય. ૧૨. ધર્મસ્વાખ્યાત૦ સમ્યગ્દર્શનમૂલક પંચમહાવ્રત ધર્મ સંસારથી પાર ઉતારી મોક્ષ પ્રાપ્ત કરાવનારો, અહો ! સર્વજ્ઞ પ્રભુએ, કેવો સુંદર ઉપદેશ્યો છે !' આ વિચારી શુદ્ધ મોક્ષમાર્ગથી ન ખસવામાં અને એને આરાધવામાં ઉજમાળ બને.
૯
*
*
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlywww.jaiselibrary.org