________________
કર્યો. એમાં પણ કાળભેદને મુખ્ય કરતા ટીકામાં સ્પષ્ટ લખ્યું કે ચરમાવર્તવર્તી અને અચરમાવર્તવર્તીપણાથી કર્તાભેદ છે. આ રીતે એ સ્પષ્ટ ફલિત થયું કે સંસારના પદાર્થના આશયથી અચરમાવર્તવર્તી જીવ જે ધર્મક્રિયા કરે એના કરતાં ચરમાવર્તવર્તી જીવ કરે તે જુદા જ પ્રકારની છે. અહીં પ્રકારભેદમાં મુક્તિઅષની પ્રધાનતા જરૂર છે, પણ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાની નહીં.
આ સંદર્ભમાં તેઓશ્રીએ પાંતજલયોગ મતમાં પ્રસિદ્ધ સમગ્ર પાંચ અનુષ્ઠાન વિષાદિ શ્લોક ૧૫૫ થી ૧૬૦ માં કહ્યા. તેની શરૂઆત કરતાં પૂર્વે એમ કહ્યું કે (શ્લોક ૧૫૪ માં) પતંજલિ વગેરેએ આ ભેદો પૂર્વોકત કાળભેદને અનુલક્ષીને કહ્યા નથી. જયારે જૈનશાસને તો કાળભેદને મુખ્ય કર્યો છે. જો કે જે પાંચ અનુષ્ઠાન દેખાડ્યા છે તે પાંતજલ યોગની જ પ્રક્રિયા છે એવું નથી.) ૧૬૦ શ્લોક સુધી પાંચ અનુષ્ઠાન દેખાડ્યા બાદ ૧૬૧મા શ્લોકમાં પુનઃ જૈનશાસનની નીતિ મુજબ આને કેવી રીતે સ્વીકારવા એનો વિવેક કરતાં કહ્યું કે - મુક્તિઅષાદિના (આદિ પદથી કાંઈકમુક્તિનો રાગ વિકલ્પ લેવાનો છે.)પ્રભાવે અચરમાવર્તકાળભાવી દેવપૂજનાદિ અનુષ્ઠાન કરતાં ચરમપુદ્ગલ-પરાવર્તમાં તે જુદા જ પ્રકારનું સિદ્ધ થાય છે. આના જ સમર્થનમાં શ્લોક ૧૬૨ માં કહ્યું કે અચરમાવર્તવર્તી જીવો કરતા ચરમાવર્તવર્તી જીવ રૂપ અનુષ્ઠાનકર્તા અવશ્ય જુદો જ છે કારણ કે અચરમાવર્સમાં એકાન્ત યોગઅયોગ્ય દેવાદિપૂજન હતું
જ્યારે ચરમાવર્તમાં યોગની યોગ્યતા ઉલ્લસિત=પ્રગટ થઈ છે. આ રીતે અહીં પણ કાળભેદે યોગ્યતા પ્રધાન કરી પણ મોક્ષની ઈચ્છાને નહીં. કારણકે તે અવસ્થામાં સાંસારિક ચીજ-વસ્તુનો આશય સંભવે છે.)
“હવે આ ચરમાવર્તવર્તી જીવને ક્યું અનુષ્ઠાન હોય તેની સ્પષ્ટતા કરતાં શ્લોક ૧૬૩માં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે-“પ્રશસ્તભાવવાળા આચરમાવર્તવર્તી મહાત્માને સહજમલના બ્રાસના સહજમલની અલ્પતાના પ્રભાવે (મોક્ષના આશયના પ્રભાવે એમ ન કહ્યું) મોટા ભાગે ચોથું તળેતુ(કે જે ઉપાદેય છે) અનુષ્ઠાન હોય છે. અહીં “એ જ હોય છે.' એમ નહીં કહેતાં મોટા ભાગે એટલા માટે કીધું કે અનાભોગદિથી કદાચ તેને બદલે અન્ય અન્ય પણ હોઈ શકે. શ્લોક ૧૬૪માં સહજમલને કર્મસમ્બન્ધની યોગ્યતારૂપે ઓળખાવ્યો છે. ચરમાવર્તવર્તી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org