________________
જીવને તે અલ્પ થઈ ગયો હોવાથી પ્રાયઃ ચોથું અનુષ્ઠાન હોવાનું જણાવ્યું. (નહીં કે મોક્ષની જ ઈચ્છા પ્રગટી હોવાથી.)
આ મીમાંસાથી નીચે મુજબ નિષ્કર્ષ ફલિત થાય છે કે
(૧) પાતંજલયોગમતની વિષાદિ પાંચ અનુષ્ઠાનની વિગતો સર્વાં જૈનશાસનને માન્ય નથી (કારણકે)
(૨) જૈન શાસનમાં માત્ર આશયભેદથી જ નહીં પણ કાળભેદથી ય અનુષ્ઠાન ભેદ છે. (અર્થાત્ વિષાદિ ત્રણ અનુષ્ઠાન અચરમાવવર્તી જીવને હોય અને બાકીના બે તબ્બેતુ અને અમૃત તે પ્રાયઃ ચરમાવર્ત્તવર્ણી જીવને હોય.)
(૩)અચ૨માવર્ત્તવર્તી જીવને જ મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવાના કારણે (મુક્તિનો સંપૂર્ણપણે રાગ ન પ્રગટ્યો હોય તો પણ) પ્રાયઃ તધ્તુ નામનું ચોથું અનુષ્ઠાન હોય, નહીં કે વિષાદિ, પછી ભલે ક્યારેક સંસારની વસ્તુના આશયથી ય ધર્મક્રિયા કરતો હોય.(ક્યા આશયથી કરે છે તેનું તે દશામાં વધારે પડતું મહત્ત્વ નથી.)
(૪) સાંસારિક વસ્તુના આશયથી ધર્માનુષ્ઠાન કરનાર જીવ અચરમાવર્ત્તવર્તી છે કે ચ૨માવર્ત્તવર્તી તે જાણ્યા વિના તેના અનુષ્ઠાનને પ્રાયઃ વિષાદિ અનુષ્ઠાનમાં ખતવી શકાય નહિ.
અહીં એટલું તો સમજી રાખવાનું છે કે ચરમાવર્ત્તવર્તી જીવનું સાંસારિક વસ્તુના આશયથી પણ થતું ધર્માનુષ્ઠાન તધેતુરૂપ એટલા માટે છે કે તેનો જે તાત્ત્વિક અર્થાત્ કેવલિભાષિત એવો જિનપૂજાદિઆચારનો પરિણામ છે તે મુક્તિના અદ્વેષથી અથવા કંઈક મુક્તિ પ્રત્યે તે જીવને અનુરાગ પ્રગટ્યો હોવાથી શુભભાવથી ગર્ભિત છે તથા કેવલિભાષિત ક્રિયાઓ અને અનુષ્ઠાનો પ્રત્યે (એ અનુષ્ઠાનો કેવલિભાષિત છે કે નહીં તેની એને ખબર ન હોય તો પણ સહજ અલ્પમલતાના કારણે) બહુમાન-આકર્ષણ પ્રગટ થતું હોય છે. અર્થાત્ સાંસારિક પાપક્રિયાઓ કરતાં એમાં એને (મોક્ષની ઈચ્છા હોય કે ન હોય તો પણ) સહજ રુચિ જાગ્રત થઈ હોય છે.
Jain Education International
(૯૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org