________________
કદાચ અહીં એવી શંકા થાય કે મુક્તિઅદ્દેષ માત્રથી જ ચરમાવર્તવર્તી જીવને તળેતુ અનુષ્ઠાન સંભવિત હોય તો રૈવેયક સુખ પ્રાપ્તિ માટે મુક્તિઅષથી અભવ્ય જે અનુષ્ઠાન કરે છે તે પણ તળેતુ કેમ ન બને?
એકાન્તવાદીઓની ચિરકાલીન રૂઢ- પ્રરૂઢ આ શંકાનો પ.પૂ. બહુશ્રુત ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજે આજથી ૩૦૦ વર્ષ પૂર્વે સુંદર ખુલાસો કર્યો છે. તે જોઈએ -
મુક્તિ-અષપ્રાધાન્ય નામની ૧૩મી બત્રીશીમાં શ્લોક ૨૦-૨૧ માં તેઓશ્રી જણાવે છે કે – અભવ્યને સ્વર્ગપ્રાપ્તિ હેતુ મુક્તિ-અદ્વેષ હોવા છતાં તે સદનુષ્ઠાન-રાગનો (ક્રિયારાગ) પ્રયોજક નથી. બાધ્યફલાપેક્ષારૂપ સહકારી હોય તો જ મુક્તિ-અદ્વેષ સદનુષ્ઠાન રાગ પ્રયોજક બની શકે. અભવ્યની જે ફલાપેક્ષા છે તે બાધ્યકોટિની નહીં કિન્તુ અબાધ્યકોટિની હોય છે.
બાધ્ય સ્વભાવવાળી લાપેક્ષા એટલે કે જે સાંસારિક ફલાપેક્ષા આગળ જઈને તત્ત્વોપદેશથી નિવૃત્ત થાય એવી હોય. દા.ત. સૌભાગ્યાદિ ફલની અપેક્ષા હોય તો પણ એ સદનુષ્ઠાનનો રાગ જગાડનારી હોય અને જ્યારે એ વિષયો ભયંકર છે – ઝેર જેવા છે.” વગેરે ઉપદેશકોનો ઉપદેશ સાંભળે ત્યારે નિવૃત્ત થનારી હોય તે બાધ્ય કહેવાય. વિષયોની નિંદા સાંભળી તરત જ એની ઈચ્છા નાબૂદ થઈ જાય એવું નહીં, પણ “વિષયો ભૂંડા છે.” આવું એને વારંવાર સાંભળવા મળે તો ધીમે ધીમે વિષય ફળની આકાંક્ષા ઢીલી પડતી જાય. કોઈકને એક ઝાટકે વિષયકાંક્ષા નાબૂદ થાય. કોઈકને એક ઉપદેશકથી તો કોઈકને બીજા ઉપદેશકથી, કોઈને એક વાર ઉપદેશ સાંભળવાથી તો કોઈકને વારંવાર ઉપદેશ સાંભળવાથી બને; આવો બધો અનેક પ્રકારનો સંભવ છે. પણ અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઉપદેશક વિષયની ભયંકરતા સમજાવીને તેની વિષયાકાંક્ષા નાબૂદ કરવા પ્રયત્ન કરે છે, પણ નહિ કે વિષયકાંક્ષાથી થતાં ધર્માનુષ્ઠાનને ત્યાજય દર્શાવીને કે ધર્માનુષ્ઠાનની ભયંકરતા દેખાડીને – આ ખાસ સમજવાનું છે. આ જ કારણથી પૂજ્યપાદ ગુરુદેવશ્રીનું કોઈપણ પુસ્તક ખોલીને જોઈશું તો તેમાં વિષયોની ભારે નિંદા ઠેર ઠેર દેખાશે પણ વિષયકાંક્ષાથી થતાં ધર્માનુષ્ઠાનની નહીં – આટલું પ્રાસંગિક.
(૯૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org