________________
તદ્દન ઉપેક્ષા થઈ જાય તેવું થવા દેતા નથી. એટલે જ તેઓશ્રીના વ્યાખ્યાનોમાં જ્યારે એક નયનું સમર્થન ચાલતું હોય ત્યારે બીજા નયની પ્રરૂપણાનો અવસર આવે ત્યારે એ નયની માન્યતાનું પણ સચોટ સમર્થન અને એને પણ પૂર્ણ ન્યાય મળેલો દેખાશે. એવું નહિ દેખાય કે એકવાર જે નયનું સમર્થન કર્યું હોય પછી કાયમ માટે એજ નયનો આગ્રહ બંધાઈ ગયો હોય અને એનું ને એનું જ સમર્થન અને પુષ્ટિ કર્યા કરતા હોય. ભિન્ન ભિન્ન નયોને ન્યાય આપવાના આ પ્રકારના વલણને કારણે તેઓશ્રીના વ્યાખ્યાનોમાં જુદે જુદે અવસરે સર્વ નયોની માન્યતાની પ્રરૂપણામાં એકરૂપતા જળવાઈ રહે છે અને પરસ્પર વિરોધને અવકાશ મળતો નથી.
પૂર્વાચાર્ય ભગવંતોનો આશય વિચિત્ર અર્થાત્ ભિન્ન ભિન્ન પ્રકારનો હોય છે. ક્યારેક તેઓ કોઈ એક નયથી વાત કરે તો ક્યારેક એની તદ્દન સામી બાજુના નયથી. એટલે જૈન શાસનમાં આરાધકો ક્યારેય પૂર્વાચાર્ય ભગવતોના વિધાનોમાંથી કોઈ એક જ નયને પકડી લેવાની ઉતાવળ કરતા નથી કિંતુ ઉભય નયને સમજીને ઉભયનય સમ્મત પદાર્થનો સ્વીકાર કરે છે.
શાસ્ત્રગ્રન્થો ચરિત્ર-ગ્રન્થોનો ગુરુગમથી અભ્યાસ કરનાર પણ એ જોઈજાણી શકે છે કે શાસ્ત્રોમાં પણ ઠેર ઠેર આપત્તિનિવારણ કે આવશ્યક પ્રાપ્તિ અર્થે ધર્મ કરનારને ઘણા ઘણા લાભ યાવત્ મોક્ષ પ્રાપ્ત થયાના દ્રષ્ટાન્તો જોઈએ એટલા મળે છે, એથી ધર્મ કરનારને એકાન્તે નુકશાન જ થયાનું એમાં જાણવા મળ્યું નથી. પૂર્વે જે શાસ્ત્રકાર ભગવંતોના વિધાનો દર્શાવ્યા છે એનાથી હવે એ પણ સમજી શકાય તેમ છે કે ધર્મનો મહિમા બતાવવા, મોક્ષના અ-દ્વેષવાળા જીવોને ધર્મ કરતા મોક્ષ સિવાયના લાભ થયાના દ્રષ્ટાન્તો ઉપદેશમાં કહેવા તે એનો દુરુપયોગ નહીં પણ સદુપયોગ છે. “ઉપદેશતરંગીણી’શાસ્ત્ર અને ‘ભરતેશ્વરવૃત્તિ’ શાસ્ત્રમાં શાસ્ત્રકાર ભગવંતોએ જ લજ્જા વગેરેથી ધર્મ કરવાના વિધાનના સમર્થનમાં એ બધા દ્રષ્ટાન્તો ટાંકી દેખાડ્યા છે. માટે એ બધાના દ્રષ્ટાન્તો ના લેવાય એમ કહેવું તે પણ વ્યાજબી ઠરતું નથી. કારણકે તેમાં શાસ્ત્રકાર ભગવંતોની અવગણના થવા પૂરેપૂરો સંભવ છે.
(૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org