________________
ધર્મને પ્રધાન કરવાથી સાંસારિક કાર્યમાં શ્રાવક સફળ થાય ત્યાં તેને ધર્મ ઉપર શ્રદ્ધા-આદર-બહુમાન વગેરે વધે અને એ બધુ વધતાં ધીમે ધીમે છેક સંસારત્યાગના ધર્મ સુધી પહોંચી શકે, એવો શાસ્ત્રકાર ભગવતોનો શુભ આશય છે. જો આ બરાબર ધ્યાનમાં લેવાય તો આજના કેટલાક તથ્યહીન વિવાદો ટાઢા પડી જાય.
ધર્મસંગ્રહ વિશાળ ગ્રન્થ કર્તા પૂ. ઉપાધ્યાયશ્રી માનવિજયજી મહારાજે પણ શ્રદ્ધવિધિના પાઠનું અનુમોદન કર્યું છે- અટલું જ નહિ શ્રાવકોમાં ધર્મશ્રદ્ધા વધે (અને ભાવમાં મોક્ષાર્થી બને) એવા પવિત્ર આશયથી પૂર્વાચાર્ય ભગવંતોએ સાંસારિક ઈષ્ટપ્રાપ્તિના આશયથી ધર્મક્રિયા કરનારાઓને પણ નિષેધ કરવાનું દુઃસાહસ કર્યું નથી.
જો પૂર્વાચાર્યો ભગવતોના વિધાનોનું તાત્પર્ય એવું જ હોય કે “ધર્મક્રિયા સાંસારિક પદાર્થના આશયથી ન જ થાય; આવો જ ઉપદેશ સાધુઓએ કરવાનો હોય, અન્ય પ્રકારનો નહીં તો ભરતેશ્વરબાહુબલિવૃત્તિ ગ્રન્થ તથા શ્રી ઉપદેશ તરંગીણી ગ્રન્થમાં ધર્મોપદેશના પ્રકરણમાં પૃષ્ઠ ર૬૪ ઉપર “જ્ઞાતો મયતો..”
શ્લોક મૂકીને અને એમ ‘લજ્જા, ભય....' વગેરે દરેક પદનું દ્રષ્ટાન્ત સાથે વિવેચન લખીને “શુદ્ધ અર્થાત્ જિનોકત ધર્મને લજ્જા, ભય, વિતર્ક, મત્સર, સ્નેહ, લોભ, હઠ, અભિમાન, વિનય, શૃંગાર,કીર્તિ, દુ:ખ, કૌતુક, વિસ્મય, વ્યવહાર, ભાવ, કુલાચાર, કે વૈરાગ્યથી જેઓ ધર્મ કરે છે તેઓને અમાપ ફલ પ્રાપ્ત થાય છે” આવી લજ્જા વગેરેથી થતી ધર્મની પ્રશંસા મુદ્દલે ય ન કરી હોત. ઉપદેશતરંગિણીકારે તો આ એકેકના સ્પષ્ટ ઉદાહરણો પણ ત્યાંજ દર્શાવી દઈને છેલ્લે કહ્યું છે કે- “શું બહુ કહેવું- દરેક રીતે કરેલો ધર્મ મહાલાભ માટે થાય છે.” આનાથી એ સ્પષ્ટ છે કે આવા બધા પ્રશંસા વાક્યો જીવનને ધર્મમાં જ પ્રવર્તાવવા માટે છે, અને તે માત્ર મોક્ષના આશયથી જ પ્રવર્તાવવા માટે છે એમ નહીં કિન્તુ સાંસારિક પ્રયોજનથી પણ પ્રવર્તતા હોય તો તે માટે પણ કહેલા છે. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ આજ સુધી જે કાંઈ લખ્યું છે તે ધ્યાનથી વાંચી જનારને તે વાતની પૂરી પ્રતીતિ થશે કે તેઓશ્રી બોલતી કે લખતી વખતે બીજાનયની માન્યતાની
(૮દ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org