________________
કે ક્યારેક ઈષ્ટ સિદ્ધિ કરવાના ઉદ્દેશથી ય ધર્મ કરે છે. એમાં અલબત મોક્ષનો ઉદ્દેશ નથી છતાં એ વિષક્રિયા નથી, પણ ધર્મ-શ્રદ્ધાવર્ધક શુભ ક્રિયા છે. માટે તો ‘જયવીયરાય' સૂત્રમાં પ્રભુ આગળ ઈષ્ટફળ સિદ્ધિ”ની માંગણી મૂકી છે.
પ્ર.- ભગવાન પાસે કે ધર્મ પાસે દુન્વયી ઈષ્ટ ફળ મંગાય ?
ઉ.- મંગાય, એ ઈષ્ટના અભાવમાં ચિત્ત ખિન્ન રહેતું હોય, દા.ત. આજીવિકાના સાંસા હોય, યા સખત શિરશૂળ હોય, ને તેથી ચિત્તને સમાધિ ન રહેતી હોય, આર્તધ્યાન થયા કરતું હોય, શાંતિથી દેવદર્શનાદિ ધર્મસાધના ન થઈ શકતી હોય, તો એ ઈષ્ટફળ સિદ્ધિ મંગાય. એ જ આશયથી ગણધર ભગવાને જયવીયરાય સૂત્રમાં એ માંગણી મૂકી છે. પ્રભુની પૂજા- સ્તવના કરીને આ માગે એમાં ઈષ્ટ તરીકે મોક્ષ નથી માગ્યો, સાંસારિક ફળ ઈષ્ટ વસ્તુ માંગી છે, છતાં ત્યાં ધર્મક્રિયા એ વિષક્રિયા નથી થતી. ધર્મશ્રદ્ધાળુ શ્રાવક સ૨કા૨ી લફરામાં ફસાયો હોય, ત્યાં એમાંથી છૂટવા માટે ધર્મનો આશરો ન લે તો કોનો આશરો લે ? ધર્મનો આશરો લે એમાં શું એ ગુનેગાર થયો ?
વાંઢા ધર્મી યુવાનને કન્યા ન મળતી હોય, સંયમ કે જીવનભર બ્રહ્મચર્યની તાકાત નથી, ને દુરાચારના માર્ગે જવું નથી, વેદનો ઉદય બહુ પીડે છે, હવે એ પ્રભુની વિશિષ્ટ પૂજાભક્તિ-તપસ્યા કરીને પ્રભુ પાસે માગે કે ‘પ્રભુ વેદનો ઉદય બહુ પીડે છે, સમાધિ રહેતી નથી, દુરાચારના માર્ગે નહિ જવાનો નિર્ધાર છે, તો મારા પર કૃપા કર.’ આ જો માગે તો શું ગુન્હો કર્યો ? વિષક્રિયા કરી ?
દીકરાને ભૂત વળગ્યું હોય તે ઉતારવાના આશયથી શંખેશ્વર ભગવાનની બહુ ભાવનાથી પૂજા ભક્તિ કરે તો શું એમાં મહાપાપ કર્યું? અને ‘ના, વિષક્રિયા ન કરાય, ભગવાન પાસે આવું ન મંગાય,' એમ કરી એના બદલે બાવા ફકીર પાસે જાય અને બકરાનો બલી કરાવે તો એમાં શું એણે ઓછું પાપ કર્યું ?
દ્વારકાનો દાહ અટકાવવા માટે નેમનાથ પ્રભુએ જ આયંબિલાદિ તપસ્યાઓ જિનભક્તિ તથા જીવકરુણા વગેરે ધર્મ કરવાના કહ્યા. અહીં શું પ્રભુએ વિષક્રિયા બતાવી ? આ ધર્મ કરવા પાછળ મોક્ષનો આશય હતો એમ તો કહેવાશે નહીં.
Jain Education International
(૮૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org