________________
અર્થ: ‘જથ્થા બંધ (અથવા અનેકની ભાગીદારીમાં) ખરીદ-વેચાણનો પ્રારંભ કરતા પૂર્વે નિર્વિઘ્નપણે ઈટલાભ-કાર્ય સિદ્ધિ થાય તે માટે પાંચ પરમેષ્ઠિ ભગવંતોનું સ્મરણ કરવું, શ્રી ગૌતમસ્વામી ભગવાનનું નામ લેવું, લાભમાંથી અમુક હિસ્સો દેવ-ગુરુને ઉપયોગી બને એવું કરવાનો સંકલ્પ વગેરે કરવું, કારણકે સઘળે ઠેકાણે સફળતા ધર્મને પ્રધાન કરવાથી મળે છે.'
આનાથી સ્પષ્ટ ફલિત થાય છે કે સંસારમાં ફસાયેલા શ્રાવકોએ પોતાની આજીવિકામાં સફળ થવા માટે ધર્મને આગળ કરીને પંચપરમેષ્ઠિ ભગંવતો આદિનું સ્મરણ કરે તે શાસ્ત્રકાર ભગવંતોને ઈષ્ટ છે.
કારણકે, જેને મોક્ષ પ્રત્યે દ્વેષ નથી, કે જે મોક્ષની શ્રદ્ધાવાળા છે, એટલે જ તેમને દેવાધિદેવ અરિહંત પ્રભુ પર અને તેમના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા છે, એ માનનારા હોય છે કે, ‘જિનભક્તે જે નવિ થયું, તે બીજાથી નવિ થાય રે’ એટલે હવે જીવનમાં નાના મોટા પ્રસંગમાં વીતરાગ પ્રભુને જ આગળ કરે છે. દા.ત. સવારે જાગ્યા તો પહેલું સ્મરણ ‘નમો અરિહંતાણં’નું. પહેલું કાર્ય શય્યાની બહાર નીકળી ૭-૮ નવકાર ઉચ્ચારણ દ્વારા પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાનું. કેમ વારુ ?
પરમેષ્ટિ-નમસ્કાર એ મહાન ધર્મ છે; અને ધર્મ એ સર્વ પુરુષાર્થમાં પ્રધાન છે. (જુઓ ધર્મસંગ્રહમાં શ્રાવકની દિનચર્યા) માટે ધર્મપુરુષાર્થને સર્વ પુરુષાર્થમાં આગળ ક૨વાનો. એનાથી જ જીવનમાં મંગળ થાય, ઈષ્ટ-સિદ્ધિ થાય, અનિષ્ટો દૂર થાય. એટલે જ ખાતા-પીતાં-બધે જ પહેલું નવકાર-સ્મરણ કરાય. શ્રાવક ધંધાર્થે જવા નીકળે તો પહેલા નમસ્કારાદિ મંગળ કરીને નિકળે.
જીવનમાં ધર્મને પ્રધાન સ્થાન આપવા માટે જો ધર્માત્મા ધર્મને આગળ કરે તો એ સહજ છે. એ નિષ્પાપ પ્રવૃત્તિ છે. એને વિષક્રિયા ન કહેવાય. ધનકમાઈ અર્થે પરદેશ જવા નિકળવું છે તો સારી રીતે ભગવાનની પૂજા-ભક્તિ વગેરે ધર્મ કરીને નિકળવાના દ્રષ્ટાંત શાસ્ત્રોમાં ભર્યા પડ્યા છે ! શું આ બધાએ વિષક્રિયા કરી ? કે ત્યાં મોક્ષ માટે જ ધર્મ કર્યો ?
સુલસા મહાશ્રાવિકાએ જોયું કે “પતિ પુત્ર વિના ચિંતાગ્રસ્ત રહે છે, ને પતિને ઘણું સમજાવવા છતાં એમની ચિંતા મટતી નથી. તેથી હવે પુત્ર થાય
(૮૨)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org