________________
તો જ ચિંતા મટે તેવી છે તો હું પુત્ર માટે શા માટે મેલા દેવદેવી વગેરેમાં ફાંફાં મારું ? હું ધર્મ જ વધારું, કેમ કે ધર્મ જ પિતા છે, માતા છે, બંધુ છે,સર્વદાતા છે’’ એમ વિચારી તેણે જીવનમાં ધર્મ વધાર્યો. અહીં સ્પષ્ટ છે કે અહીં તેણે અત્યારે ધર્મ વધાર્યો એ મોક્ષના જ હેતુથી નહીં પણ પુત્ર-પ્રાપ્તિ અર્થે; તો શું એણે વિષક્રિયા કરી ? મિથ્યાત્વ પોપ્યું ? ના, મોક્ષાર્થી જીવ જીવન-પ્રસંગોમાં ધર્મ પ્રધાન કરે, ધર્મને આગળ કરે, એ એના દિલની, ધર્મશ્રદ્ધાની, અરિહંત શ્રદ્ધાની વડાઈ છે.
શ્રી માનતુંગસૂરિજીનું પારખું કરવા રાજાએ એમને ૪૪ બેડીઓ પહેરાવી. ઓરડામાં પૂર્યા. એમણે એ બેડીઓ તોડવાના ઉદ્દેશથી ત્યાં નવીન જ અરિહંતની ભક્તિભર્યું ભક્તામરસ્તોત્ર રચ્યું અને બેડીઓ તૂટી ગઈ !
મનોરમા સતીએ પતિ સુદર્શન શેઠ પર ચડેલું ખોટું કલંક ઉતા૨વા અને શૂળીની સજા રદ કરાવવા જ કાઉસ્સગ્ગ લીધો, અને શાસન-દેવતાએ આવી ચમત્કાર સજર્યો. શૂળીનું સિંહાસન કર્યું. ને આકાશવાણીથી રાણીનો પ્રપંચ જાહેર કર્યો. તો અહીં શું સતી મનોરમાએ કાઉસ્સગ્ગરૂપી ધર્મ આદર્યો, એ વિષક્રિયા કરી ?
મોતીશા શેઠના વહાણ દરિયામાં ક્યાંક અટવાઈ ગયા. શેઠે સંકલ્પ કર્યો કે ‘જો આ વહાણ ખેમ કુશળ આવી જાય તો એની બધી આવક જિનમંદિરમાં ખરચવી.’ આમાં વહાણ આવી જવાના ઉદ્દેશથી શ્રી જિનમંદિર માટે ખરચ કરવાનું કર્યું, તે શું વિષક્રિયા થઈ ?
ધવલના વહાણ વ્યંતરીએ અટકાવેલા. ધવલની વિનંતીથી શ્રીપાલકુમારે નવપદનું સ્મરણ કરી વહાણ ચલાવી આપ્યા.આ નવપદ-સ્મરણ દુષ્ટ દેવતાને હટાવવા તથા વહાણ ચલાવવાના ઉદ્દેશથી કરેલ, તો શું એ નવપદ-સ્મરણનો ધર્મ કોઈ વિષક્રિયા કહેવાય ?
શ્રેયાંસનો જીવ સ્વયંપ્રભાદેવી ગુજરી ગઈ ત્યારે પતિ ઋષભદેવ ભગવાનનો જીવ લલિતાંગ દેવ ઝૂરતો હતો, પછી સ્વયંપ્રભા મરીને અનામિકા બ્રાહ્મણી થયેલી, અને તેણે જૈન મુનિના ઉપદેશથી વ્રત નિયમ અને અનશન લીધેલું.
(૮૩)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org