________________
અહીં નૃપત્વ કરતાં પણ ચઢિયાતા સ્વર્ગાદિ યાવત્ મોક્ષ સુધીના બધા લાભો છે અને તેના માટે ધર્મનો આશ્રય કરવાનું સ્પષ્ટ જણાવે છે. એનાથી ફલિત થાય છે કે * સાંસારિક પદાર્થના આશયથી પણ જીવો ધર્મમાં જોડાય તે તેઓને ઈષ્ટ જ છે કારણકે ચરમાવર્ત્તમાં આવેલા જીવો ધર્મમાર્ગે આવીને જ મોક્ષમાર્ગે પ્રયાણ કરતા થાય છે. એટલે જીવો માટે ધર્મ પ્રવૃત્તિનો પુરુષાર્થ ખૂબ ખૂબ કર્તવ્ય છે, એવો જ્ઞાનીઓનો આશય છે.
એટલે ‘અર્થસ્તુ મોક્ષ વૈજ્ઞઃ' એ વિધાનથી એકમાત્ર મોક્ષપુરુષાર્થની જ પ્રધાનતાનો એકાંત પકડી લઈને ધર્મપુરુષાર્થને ઉતારી પાડવાનો કાંઈ અર્થ નથી. આ તો કલિકાલસર્વજ્ઞ ભગવંતની વાત થઈ. કિંતુ બીજા પણ મહાપુરુષોને, જીવો સાંસારિક વસ્તુઓના આશયથી ધર્મ કરે તો પણ (પરંપરાએ મોક્ષ હેતુક ધર્મ તરફ વળે એ અભ્યન્તર આશયથી) કેટલું ઈષ્ટ છે તે હવે જોઈએ.
તદુપરાંત નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજના શિષ્ય આચાર્યશ્રી વર્ધમાનસૂરિજી મહારાજ વિરચિત ગ્રન્થ ‘મણો૨મા કથા' ના અષ્ટપ્રકારી પૂજાની કથાઓમાં પૃષ્ટ૧૯૪ઉપર ઉપદેશકર્તા શ્રી પ્રિયંકરસૂરિ સમુદ્રદત્તને ગંધપૂજાના ઉપસંહારમાં કહે છે કે -
जइ इच्छह धणरिद्धिं गुणसंसिद्धिं जयम्मि सुपसिद्धं तो गंधुध्धुरधुवेहि महह जिणचंदबिंबाई || २३४ ||
“જો ધન – ઋદ્ધિ અને જગતમાં સુપ્રસિદ્ધ ગુણ સંસિદ્ધિને ઈચ્છતા હો તો અતિશિયતસુગંધી ધૂપ વડે શ્રી જિનચંદ્ર બિંબોની પૂજા કરો.”
તથા પૃ. ૨૨૨ માં અક્ષત પૂજાના અંતે કહે છે चक्कहरामररिद्धिं इच्छह जइ मोक्खसोक्खमखंडं ।
तो अखंडे विमले जिण पुरओ अक्खए खिवह || ४३२ ||
*ખાસ ધ્યાનમાં લેવાની વાત છે કે "સાંસારિક પદાર્થના આશયથી કરાતો ધર્મ" અને "સંસાર માટે કરાતો ધર્મ” આ બેમાં ઘણો ઘણો ફરક છે. કોઈપણ સુજ્ઞ શાસ્ત્રકારે આજ સુધી સંસાર માટે ધર્મ ક૨વાનું કહ્યું નથી. એ જ રીતે સુવિહિત ગીતાર્થ ૫.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.પણ સંસાર માટે ધર્મ કરવાનું ક્યારે પણ કહેતા નથી. છતાં પોતાની નબળાઈઓ ઢાંકવા માટે અને લોકોની આંખમાં ધૂળ નાંખવા માટે કેટલાક લોકો તરફથી જાણી બુઝીને એવો આક્ષેપ થાય છે એ પાયા વગરનો છે.
(૮૦)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org