________________
ઐહિક-પા૨-લૌકિક ફલપ્રાપ્તિનો આશિર્વાદ આપત ખરા ? *
પ્ર૦ - અહીં કુમારપાળનું વાંછિત ફળ એટલે મોક્ષ જ હોય ને ?
ઉ૦ - પૂજ્યશ્રી પ્રભાચંદ્રસૂરિ મહારાજે આની ટીકામાં ‘ઐહિક-પારલૌકિક’ એવો જ અર્થ કર્યો છે. એટલે ‘મોક્ષરૂપી જ વાંછિતફળ' નો આશીર્વાદ આપ્યો છે એવી રજુઆત શાસ્રગર્ભિત કે કદાગ્રહ ગર્ભિત ? તદુપરાંત,
तुल्ये चतुर्णां पौमर्थ्ये पापयोरर्थकामयोः ।
आत्मा प्रवर्तते हन्त, न पुनर्धर्ममोक्षयोः ।।
આ શ્લોક દ્વા૨ા અર્થ-કામને પાપપુરુષાર્થ દર્શાવી, જીવો ધર્મ-મોક્ષ પુરુષાર્થમાં નથી પ્રવર્તતા તેનો ખેદ દર્શાવે છે. વળી સ્વયંબુદ્ધ મંત્રીએ રાજાને કરેલા ઉપદેશમાં તેઓશ્રી
पुंसां शिरोमणीयंते धर्मार्जनपरा नराः । आश्रीयन्ते च संपद्भिर्लताभिरिव पादपाः ।।
અર્થાત્ ધર્મનું ઉપાર્જન કરનારા (ધર્મપુરુષાર્થ આદરનારા) મનુષ્યો પુરુષોમાં શિરોમણિ ભાવને ધારણ કરે છે, અને જેમ વૃક્ષો વેલડીઓથી વિંટાય એ રીતે સંપત્તિઓથી વરાય છે.
આમ કહીને ધર્મપુરુષાર્થના શિરોમણિ ભાવને સ્પષ્ટ શબ્દોથી જણાવી રહ્યા છે. અહીં એમ નથી કહ્યું કે માત્ર મોક્ષપુરુષાર્થનું ઉપાર્જન કરનારા જ શિરોમણિભાવ ધરાવનારા છે. વળી એમાં જ આગળ
विद्याधरनरेन्द्रत्वं धर्मेणैव त्वमासदः । अतोऽप्युत्कृष्टलाभाय धर्ममेव समाश्रय ।।
આ શ્લોકમાં રાજાને મંત્રીએ કરેલા ઉપદેશમાં ફરમાવે છે કે ધર્મથી જ તને વિદ્યાધરોમાં નૃપપણું પ્રાપ્ત થયું છે હવે એનાથી પણ ચઢિયાતા લાભ માટે ધર્મનો જ આશ્રય કર.
* આ વિષયમાં ઊંડાણથી જાણવા માટે મુનિશ્રી અભયશેખર વિજયજી આલેખિત "તત્ત્વાવલોકન-સમીક્ષા" ગ્રન્થ અવશ્ય વાંચવો.
(૭૯)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org