________________
સંસારના કોઈપણ હેતુથી ધર્મ ક૨વાનો નિષેધ અને મોક્ષના હેતુથી ધર્મ કરવાનું વિધાન કર્યું છે એનું શું ?
ઉત્તર તો આના ઉત્તરમાં પહેલા એ શ્લોકો ધ્યાનમાં લઈએ.
पुमर्था इह चत्वारः कामार्थौ तत्र जन्मिनाम् । अर्थभूतौ नामधेयादनर्थौ परमार्थतः ||१|| अर्थस्तु मोक्ष एवैको धर्मस्तस्य च कारणम् । संयमादिर्दशविधः संसाराभ्भोधितारणः ||२|| अनन्तदुःखः संसारो मोक्षोऽनन्तसुखः पुनः । तयोस्त्याग-परिप्राप्तिहेतुर्धर्म विना न हि ||३|| मार्ग श्रितो यथा दूरं क्रमात् पंगुरपि व्रजेत् । धर्मस्थो घनकर्माऽपि तथा मोक्षमवाप्नुयात् ।।४।।
આ શ્લોકોમાં અર્થ અને કામને જેમ પરમાર્થથી અનર્થરૂપે જણાવ્યા તેમ ધર્મને અનર્થરૂપે જણાવ્યો નથી. એનાથી એ ફલિત થાય છે કે મોક્ષ જ એક પુરુષાર્થ છે એમ કહેવામાં અર્થ અને કામનો જ વ્યવચ્છેદ ઈષ્ટ છે, નહિ કે ધર્મનો પણ. વળી સંસ્કૃત ભાષાનો જાણકાર કોઈપણ આ ચાર શ્લોકો વાંચીને એવું કહેવાની હિંમત નહિ કરે કે આ શ્લોકોમાં મોક્ષ સિવાયના કોઈપણ હેતુથી ધર્મ કરવાનો નિષેધ કર્યો છે. ઊલટું ચોથા શ્લોકમાં જે કહ્યું છે
--
“માર્ગ પર રહેલો પાંગળો પણ ક્રમશઃ દૂર પહોંચી શકે છે એ રીતે ભારેકર્મી પણ ધર્મમાં રહ્યો હોય તો મોક્ષને પામી શકે છે.”
આનાથી તો ઊલટું એ ફલિત થાય છે કે મોક્ષનો આશય તત્કાળ ન હોય અને સંસારની વ્યથા નિવા૨વાનો હેતુ હોય તો પણ ચ૨માવર્ત્તવર્તી ભા૨ેકર્મી જીવો ધર્મ માર્ગે ચાલે તો પરંપરાએ તેને પણ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. કારણકે ધર્મ એ મોક્ષના માર્ગરૂપ છે.
જો કલિકાલસર્વજ્ઞને મોક્ષ જ એક પુરુષાર્થ તરીકે ઈષ્ટ હોત અને ધર્મ ઈષ્ટ ન હોત, તો, વીતરાગ સ્તોત્રમાં ‘ધુમારપાલ ધૂપાન્તઃ પ્રાપ્નોતુ તમૌખિતમ્ આ વીતરાગ સ્તવનાથી કુમારપાળ રાજાને વાંછિતફળ પ્રાપ્ત થાઓ - આવો
(૭૮)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org