________________
અને શાસ્ત્રવિધાનોના આંતરિક રહસ્યોના પ્રગટ ખજાના જેવો બની ગયો છે. આમાં કોઈ અતિશયોક્તિ લાગતી હોય તો સ્વયં નિમ્નનિર્દિષ્ટ સ્થાનોનું અવલોકન કરવા વાચકોનું ધ્યાન દોરું છું.
વ્યાખ્યાનગ્રન્થની વિશેષતાઓ :
શરૂઆતમાં જ બીજા પેજ ઉપર પૂ. હરિભદ્રસૂરિ મહારાજના ‘આ ગ્રન્થની મૌલિકતા’ દેખાડનારી પૂજ્યશ્રીએ (૧)અને (૨)નંબરના પેરેગ્રાફમાં કરેલી રજૂઆત, એ પછી પેજ ૩ ઉપર ‘પાત્રને વિશિષ્ટ પમાડવાનું કામ સમર્થ'નું એ પેરેગ્રાફ.
પેજ ૬ માં શિષ્ટ પુરુષની વ્યાખ્યા. પેજ ૭માં બીજી કોલમમાં કર્મક્ષય સાધક શુભ અધ્યવસાયમાં આશ્રવ-સંવર અને નિર્જરા એ ત્રણ તત્ત્વોનો સમાવેશ કઈ રીતે થયો તે.
એ પછી પૃ.૯ થી ૨૪ માં ધર્મકાય-કર્મકાય અને તત્ત્વકાય આ ત્રણ અવસ્થાઓનું વિવેચન ખૂબ જ હૃદયંગમ બન્યું છે. આ વિષયથી લગભગ ઘણા અપરિચિત છે અને તેઓને આનાથી ઘણું જ સુંદ૨ જાણવા મળશે.
પૃ. ૧૦ માં ‘અધ્યાત્મદંભિઓની ભ્રમણા' વાળો પેરેગ્રાફ. પૃ.૧૨ માં ‘મોક્ષમાં ભવ્યત્વનો નાશ કેવી રીતે' એની રજુઆતમાં કર્મસંયોગ અને તથાભવ્યત્વનો નાશ કઈ રીતે ? આ પ્રશ્ન અને એનું સમાધાન પૂજ્યશ્રીની અદ્ભુત પ્રતિભાનો પરિચય આપવા માટે પૂરતું છે.
પૃ.૧૪ માં વ૨બોધિ જુદું કેમ ? આ રજુઆત પણ ખૂબ જ માર્મિક છે. પૃ.૧૬ માં તીર્થંકરપણાની પુણ્યાઈના કારણભૂત વીશ સ્થાનકનાં નામ સહેલાઈથી યાદ રાખવા માટે પૂજ્યશ્રીએ ખૂબ જ સુંદર રજૂઆત કરી છે.પૃ.૧૮ માં તીર્થંકર ભગવાનના અનન્ય ઉપકારો અને જૈન ધર્મની આગવી વિશેષતાઓનું નિરૂપણ સુંદર છે. આવી અનેક વિશેષતાઓનાં, આ ગ્રન્થમાં ઠેરઠેર જિજ્ઞાસુઓને દર્શન થશે.
Jain Education International
(૭૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org